Not Set/ અમદાવાદ : 11 લાખની ઉઘરાણી મામલે બે ભાઈઓએ નાણાં ધીરનાર સંબંધીની કરી હત્યા

ગઇ કાલે 11 લાખ રૂપિયાની ઉઘરાણીના મામલે નાણાં ધીરવાનો ધંધો કરનાર વ્યકિતની બે ભાઇઓએ હત્યા કરી દીધી છે. મરનાર વ્યકિત હત્યા કરનાર બન્ને ભાઇઓના વેવાઇ પક્ષમાં થાય છે. રૂપિયાની ઉઘરાણીથી અકળાઈને બન્ને ભાઇઓએ સંબંધ ભૂલીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. સુભાષ‌િબ્રજ વિસ્તારમાં આવેલ હર ભોલે સોસાયટીમાં રહેતા અને નાણાં ધીરવાનો ધંધો કરતા હિતેશભાઇ શાંતિલાલ શાહે રાણીપ પોલીસ […]

Top Stories Ahmedabad Gujarat

ગઇ કાલે 11 લાખ રૂપિયાની ઉઘરાણીના મામલે નાણાં ધીરવાનો ધંધો કરનાર વ્યકિતની બે ભાઇઓએ હત્યા કરી દીધી છે. મરનાર વ્યકિત હત્યા કરનાર બન્ને ભાઇઓના વેવાઇ પક્ષમાં થાય છે. રૂપિયાની ઉઘરાણીથી અકળાઈને બન્ને ભાઇઓએ સંબંધ ભૂલીને હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે.

સુભાષ‌િબ્રજ વિસ્તારમાં આવેલ હર ભોલે સોસાયટીમાં રહેતા અને નાણાં ધીરવાનો ધંધો કરતા હિતેશભાઇ શાંતિલાલ શાહે રાણીપ પોલીસ સ્ટેશનમાં બે ભાઇઓ વિરુદ્ધમાં હત્યાની ફરિયાદ કરી છે. હિતેશભાઇના 50 વર્ષીય ભાઇ પંકજભાઇ શાહપુરમાં આવેલ સાકળી શેરીમાં રહે છે અને નાણાં ધીરવાનો તેમજ શેરબજારનો ધંધો કરે છે.

રાજુભાઇને જ્યારે પણ રૂપિયાની જરૂર પડતી હતી ત્યારે તે પંકજભાઇ પાસેથી રૂપિયા લઇ જતા હતા. થોડાક દિવસ પહેલાં પંકજભાઇએ હિતેશભાઇને જણાવ્યું હતું કે રાજુભાઇએ તેની પાસેથી 11 લાખ રૂપિયા લઇ ગયા છે. અવારનવાર રૂપિયાની માગણી કરી હોવા છતાંય તે આપતા નથી.

ગઈકાલે પંકજભાઈ એમના સંબંધીને મળીને નીકળ્યા બાદ રાજુભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરવા ગયા હતા. જ્યાં રાજુભાઈ અને એમના ભાઈ પંકજભાઈ કેશવનગરની સતલજ સોસાયટી લઇ જઈ મારામારી કરી હતી. જે બાદ પંકજભાઈને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ એમનું મોત નીપજ્યું હતું.

પોલીસે પંકજભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી છે. તેમજ રાજુભાઈ અને પંકજભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.