Surendranagar/ ચોટીલાના સણોસરા પાસે રૂ. 9.85 લાખના દારૂનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસે નેશનલ હાઈવે પર ચેકીંગ હાથધર્યું હતું

Gujarat Others

@સચીન પીઠવા,મંતવ્ય ન્યુઝ  – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી મોટાપાયે ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પોલીસે નેશનલ હાઈવે પર ચેકીંગ હાથધર્યું હતું જેમાં બાતમીના આધારે ચોટીલા તાલુકાના સણોસરા ગામ પાસેથી ઈંગ્લીશ દારૂ અને આયશર સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યાં હતાં.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે જેને ધ્યાને જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડીયાની સુચનાથી એલસીબી પીઆઈ ડી.એમ.ઢોલ સહિતના સ્ટાફે ચોટીલા તાલુકામાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. જે દરમ્યાન બાતમીના આધારે માનસીંગ ઉર્ફે મુન્નો મનજીભાઈ કણસાગરા રહે.સુરઈ તા.ચોટીલાવાળો પોતાના કબ્જા ભોગવટાની આયશર ગાડીમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને વીછીંયા થઈ ચોટીલા તાલુકાના સણોસરા તરફ આવવાનો હોવાની બાતમીના આધારે સણોસરાથી છાશીયા તરફ જતાં રસ્તા પર વોચ ગોઠવી હતી.

જે દરમ્યાન બાતમીવાળી આયશર ગાડી પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે આયશર રોકી નહોતી અને કાઉ મારી ફુલ સ્પીડમાં નાસવા પ્રયત્ન કર્યો હતો. આથી એલસીબી ટીમે ફિલ્મી ઢબે આયશરનો પીછો કરી સણોસરા ગામ પાસેથી ઝડપી પાડી તલાસી લેતાં ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૪૮૫૦ કિંમત રૂા.૪,૮૫,૦૦૦ તથા આયશર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૯,૮૫,૦૦૦નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો જ્યારે રેઈડ દરમ્યાન આરોપી નાસી છુટયા હતાં.

આથી પોલીસે મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જ્યારે આરોપીઓ દ્વારા આયશરમાં ભુસાની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડયો હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા નેશનલ હાઈવે પરથી અવાર-નવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી તેમજ કટીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી પોલીસે રેઈડ કરી લાખોની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભાં થયાં છે.

લિયાદ ગામે રાત્રી દરમિયાન વીજ તંત્ર ટાટકિયું, લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ

રામોલમાં અસામાજીક તત્વોનો ફરી આતંક, જુઓ વિડિયો

આત્મીય હોસ્પિટલ કરાઈ સીલ, કોરોના પ્રોટોકોલનું પાલન ન કરવા પર કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…