Surat News/ સુરત ભાજપ વિવાદનો અંત? નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક બાદ સમાધાનની જાહેરાત, સોશિયલ મીડિયા પર ઉઠ્યા સવાલ

Kanti Balar Office Controversy: સુરત ભાજપના નેતાઓ વચ્ચેના વિવાદ બાદ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની હાજરીમાં બેઠક યોજાઈ. સમાધાનની તસવીર સોશિયલ મીડિયા પર મુકાયા બાદ યુઝર્સની વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી.

Top Stories Gujarat Surat Breaking News
Kanti Balar Office Controversy:સુરત ભાજપના નેતાઓ વચ્ચેના વિવાદનો ‘સુખદ અંત’નો દાવો

Surat News: શહેર ભાજપમાં બે નેતાઓ વચ્ચે થયેલી બોલાચાલી અને ઝપાઝપીના વિવાદ (Kanti Balar Office Controversy) બાદ હવે મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવાદ બાદ પ્રદેશ કક્ષાએથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને સુરતમાં બેઠક યોજીને સમાધાનની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ પણ ચર્ચામાં આવી છે.

ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં થયો હતો વિવાદ

મળતી માહિતી અનુસાર, સુરતના ધારાસભ્ય કાંતિ બલર (Kanti Balar Office Controversy)ની ઓફિસમાં ભાજપના નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરા, તેમના પતિ મનહર વોરા અને ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ વચ્ચે વિવાદ સર્જાયો હતો.આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી હતી અને મામલો પ્રદેશ સ્તર સુધી પહોંચ્યો હતો.

Kanti Balar Office Controversy: પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટની હાજરીમાં બેઠક

વિવાદ (Kanti Balar Office Controversy)ને શાંત કરવા માટે ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ (Prashant Korat) સુરત પહોંચ્યા હતા. ત્યારબાદ સંબંધિત નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ સુરત મહાનગર ભાજપના અધિકૃત સોશિયલ મીડિયા પેજ પરથી એક તસવીર શેર કરવામાં આવી હતી. આ તસવીરમાં પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સાથે મહેન્દ્ર દેસાઈ, જયશ્રીબેન વોરા અને મનહર વોરા એકસાથે જોવા મળ્યા હતા.પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વોર્ડ નંબર-5ના હોદ્દેદારો વચ્ચેના વિવાદનું સુખદ નિરાકરણ આવ્યું છે અને સંગઠનની ભાવના સાથે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિવાદ દરમિયાન કરાયેલા આક્ષેપો ચર્ચામાં

આ સમગ્ર મામલામાં મનહર વોરા દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે મહેન્દ્ર દેસાઈ સામે ગેરકાયદે બાંધકામ અને ભ્રષ્ટાચાર જેવા આક્ષેપો કર્યા હોવાની ચર્ચા હતી.જોકે, સમાધાન બાદ આ મુદ્દાઓ અંગે કોઈ સત્તાવાર તપાસ કે કાર્યવાહી અંગે માહિતી સામે આવી નથી. જેના કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સની પ્રતિક્રિયા

ભાજપ દ્વારા શેર કરવામાં આવેલી સમાધાનની તસવીર બાદ સોશિયલ મીડિયા પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.કેટલાક યુઝર્સે આ બેઠકને લઈને કટાક્ષ કર્યા હતા, જ્યારે કેટલાક લોકોએ સમગ્ર વિવાદમાં પારદર્શક તપાસની માંગ કરી હતી. કેટલાક કોમેન્ટમાં લખવામાં આવ્યું હતું કે મામલો માત્ર સમાધાનથી નહીં પરંતુ હકીકત સામે લાવીને ઉકેલવો જોઈએ. આ ઘટનાએ સુરત ભાજપના આંતરિક રાજકારણમાં ફરી ચર્ચાનો માહોલ ઉભો કર્યો છે.


આ પણ વાંચો:સુરત ભાજપમાં હોબાળો: ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં નેતાઓ વચ્ચે મારામારીની ચર્ચા, રાજકારણ ગરમાયું

આ પણ વાંચો:સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ

આ પણ વાંચો:છેલ્લા 3 દિવસમાં, વહીવટીતંત્ર અને સુરત ભાજપ સંગઠનો દ્વારા બિહાર જતા નાગરિકોને શક્ય તેટલી મદદ