દુર્ઘટના/ મોરબી દુર્ઘટનામાં યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ઘરાઇ, નેવીના 50,આર્મીના 30 જવાનો સહિત NDRFની ટીમ ઘટનાસ્થળે

એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે,

Top Stories Gujarat
8 29 મોરબી દુર્ઘટનામાં યુદ્વના ધોરણે બચાવ કામગીરી હાથ ઘરાઇ, નેવીના 50,આર્મીના 30 જવાનો સહિત NDRFની ટીમ ઘટનાસ્થળે

મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે .આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે,એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છેએટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવા વર્ષે જ સૌથી મોટી હોનારત મોરબીમાં બની છે. શહેરની ઐતિહાસિક વિરાસત સમાન ઝૂલતો પુલ મચ્છુ નદીમાં સમાયો છે. મણિમંદિર પાસે મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલના વચ્ચેથી કટકાં થઈ ગયા છે. રવિવારને કારણે અનેક લોકો અહીં ફરવા આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મોત નીપજ્યા છે તે અંગે કોઇ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી પરંતુ સ્થાનિક ડોક્ટરો અનુસાર, આ ગોઝારી ઘટનામાં 40-45 બાળકોના મોત થયા હોવાનું જણાવી રહ્યા છે.