Surat/ પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણી ખાનગી હાથોને સોંપવાનું આયોજન

શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ શરુ કરાશે, 24 કલાક પીવાનું પાણી આપવાનો લક્ષ્યાંક

Top Stories Gujarat Surat
સમગ્ર દેશમાં પ્રથમ વખત સુરતમાં પાણી અને ગટરની સુવિધાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.

ખાનગીકરણ : સમગ્ર દેશમાં પ્રથમ વખત સુરતમાં પાણી અને ગટરની સુવિધાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાણી અને ગટરની સુવિધા શરૂ કરવામાં આવશે. જેનો પાયલોટ પ્રોજેક્ટ શહેરના અઠવાલાઇન્સ, ભટાર, પાનસ, ઉમરા, સિટીલાઇટ, પીપલોદ વિસ્તારમાં બનશે. જો આ વિસ્તારોમાં આ યોજના સફળ થશે તો તેને અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે.

કોર્પોરેશન પાણી અને ગટરની યોજનાઓનું નેટવર્ક તૈયાર કરીને લોકોને સુવિધા પૂરી પાડે છે. કોર્પોરેશને આ તમામ કામગીરી ચાલુ રાખવા અને તેની જાળવણી પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. આવી સ્થિતિમાં કોર્પોરેશનને આ ખર્ચમાંથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યોજના હેઠળ ખાનગી એજન્સી પાણી અને ગટરની સુવિધા જાળવવા માટે સંપૂર્ણ કાર્યવાહી કરશે. હાલમાં, આ સંદર્ભે વધુ અહેવાલો તૈયાર અને ગોઠવવામાં આવી રહ્યા છે.

સુરત મ્યુનિસિપલ હેડક્વાર્ટર
આ યોજના હેઠળ કોર્પોરેશનને કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન પણ મળી શકે છે. હાલમાં પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરીને પીપીપી મોડલ હેઠળ પાણી અને ગટરની સુવિધાની કામગીરી અને જાળવણીની કામગીરી કરવા એજન્સીઓ પાસેથી દસ કે પંદર વર્ષ માટે ટેન્ડરો મંગાવવામાં આવશે.

જણાવી દઈએ કે શહેરમાં સાત વર્ષથી 24 કલાક પાણીની યોજના ચાલી રહી છે. જોકે, ન્યૂ નોર્થ ઝોન સિવાય આ સ્કીમ ક્યાંય લાગુ કરવામાં આવી નથી. વેસુ અને પાલ વિસ્તારમાં બે વર્ષથી મીટર લગાવ્યા બાદ પણ આ યોજના શરૂ કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં ખાનગી એજન્સીને કામ આપીને વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Congress Nyay Yatra / ગુજરાતના 33 જિલ્લામાં કોંગ્રેસની ન્યાય પદયાત્રા, કોરોના પીડિત પરિવારોને વળતરની માંગણી

lata mangeshkar / લતા મંગેશકરના અંતિમ સંસ્કારથી અમિતાભ બચ્ચન કેમ દૂર રહ્યા?

Parliament session /  કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને મોદીએ આપ્યો એવો જવાબ કે વિપક્ષ પણ હસવાનું રોકી શક્યા નહીં

Covid-19 / દિલ્હીમાં 24 કલાકમાં 1,151 નવા કેસ, પોઝિટીવીટી રેટ ઘટીને 2.62% થયો