Not Set/ કેવો રહેશે ગુજરાત વિધાનસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ?

ગુજરાત વિધાનસભા ત્રિદિવસીય સત્રનું બુધવારે સમાપન બુધવારે ગૃહની બેઠક તોફાની બનવાની સંભાવના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન અંગેનું વિધેયક થશે રજૂ આદિવાસી જમીન સંપાદનના મામલે વિપક્ષ આક્રમક બની શકે સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગ દુર્ઘટનાનો રિપોર્ટ-2 ગૃહમાં રજૂ થશે જસ્ટીસ નાણાવટી અને જસ્ટીસ મહેતા તપાસપંચનો અહેવાલ ગૃહમાં રજૂ થશે પૂજ્ય ગાંધીજીની 150 મી જન્મજયંતી ઉજવણી […]

Top Stories Gujarat
Gujarat vidhan sabha 1 કેવો રહેશે ગુજરાત વિધાનસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ?
  • ગુજરાત વિધાનસભા ત્રિદિવસીય સત્રનું બુધવારે સમાપન
  • બુધવારે ગૃહની બેઠક તોફાની બનવાની સંભાવના
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસન અંગેનું વિધેયક થશે રજૂ
  • આદિવાસી જમીન સંપાદનના મામલે વિપક્ષ આક્રમક બની શકે
  • સાબરમતી એક્સપ્રેસ એસ-6 આગ દુર્ઘટનાનો રિપોર્ટ-2 ગૃહમાં રજૂ થશે
  • જસ્ટીસ નાણાવટી અને જસ્ટીસ મહેતા તપાસપંચનો અહેવાલ ગૃહમાં રજૂ થશે
  • પૂજ્ય ગાંધીજીની 150 મી જન્મજયંતી ઉજવણી અંગે મુખ્યપ્રધાનનો પ્રસ્તાવ
  • ભરતી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અંગે છેલ્લા દિવસનો પ્રસ્તાવ

ગુજરાત વિધાનસભાનું ત્રીદિવસીય શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે બુધવારે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ તોફાની બનવાનાંં અણસારો જોવામાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવારે સત્રનું સમાપન થશે ત્યારે આ તમામ મુદ્દા વિધાનસભામાં ધુમ મચાવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો સાથે સાથે આ વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે.

ત્રિદિવસીય સત્રના અંતિમ દિવસે બહુચર્ચિત સાબરમતી એક્સપ્રેસ કોચ નંબર-એસ-6ને આગ લગાવવા અંગે તપાસ સમિતિ જસ્ટીસ નાણાવટી અને જસ્ટીસ મહેતાનો અહેવાલ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગૃહમાં રજૂ થશે. વિશ્વખ્યાતિપ્રાપ્ત સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તૃતિકરણ અને પ્રવાસનધામ તરીકે વિકાસ અંગેનું વિધેયક નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમાં રજૂ કરશે. પૂજ્ય મહાત્મા ગાંધીજીની 150 મી જન્મજયંતી ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગૃહમાં પ્રસ્તાવ રજૂ કરશે.

રાજ્યમાં વિવિધ ભરતી પરીક્ષામાં થતી ગેરરીતીના કારણે પરીક્ષા રદ કરવી અને પરીક્ષા મોકૂફ રાખવાના કારણે તેજસ્વી ઉમેદવારોને અન્યાય થાય છે. ત્યારે ગૃહમાં આ અંગે ધારાસભ્ય પ્રવીણભાઇ મુસડ઼ીયા છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરશે. એકંદરે સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર અને પ્રવાસનધામ વિકાસના નિર્ણયના પગલે આદિવાસીની જમીન સંપાદન સામે ગૃહમાં વિરોધ થવાના પગલે અને એસ-6 ને આગ લાગવા અંગે તપાસ સમિતિના રિપોર્ટ રજૂ થવાના પગલે ગૃહ તોફાની બનવાની સંભાવના પ્રબળ બની છે.

અરૂણ શાહ , મંતવ્યન્યૂઝ……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.