ક્રાઈમ/ ડાયમંડ સિટી સુરત વધુ એકવાર થયું શર્મશાર, નરાધમે પૌત્રી સમાન 8 વર્ષની દીકરીને બનાવી….

સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવસારી રોડ પર આવેલા એક બિલ્ડીંગમાં અનવર હુસેન નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો.

Gujarat Surat
Mantavyanews 19 1 ડાયમંડ સિટી સુરત વધુ એકવાર થયું શર્મશાર, નરાધમે પૌત્રી સમાન 8 વર્ષની દીકરીને બનાવી....

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના સચિન વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમે પોતાની પૌત્રી સમાન સાળીની દીકરીની 8 વર્ષની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જો કે, આ બાળકી નરાધમના ઘરે અભ્યાસ અર્થે ઓરિસ્સાથી આવી હતી પરંતુ નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને બાળકીએ સોસાયટીના જ એક મહિલાને આ વાત જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો. અંતે મામલો પોલીસ સ્ટેશન પહોંચતા નરાધમને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે.

સુરતના સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નવસારી રોડ પર આવેલા એક બિલ્ડીંગમાં અનવર હુસેન નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો. અનવર હુસેનને ત્યાં તેની સાળીની દીકરીની દીકરી કે જેની ઉંમર આઠ વર્ષની છે તે રહેતી હતી. આ આઠ વર્ષની બાળકી મદ્રેસામાં અભ્યાસ કરવા અર્થે અનવરના ઘરે રોકાઈ હતી. મહત્વની વાત છે કે બાળકીના માતા-પિતા આસામ ખાતે રહેતા હતા અને તેને મદ્રેસામાં ભણવા માટે અનવરના ઘરે મૂકવામાં આવી હતી પરંતુ અનવરની નજર પોતાની પૌત્રી સમાન બાળકી પર ખરાબ થઈ.

છેલ્લા બે મહિનાથી અનવર રાત્રીના સમયે બાળકી સાથે શારીરિક અડપલા કરતો હતો. જોકે બાળકીએ જ તેના જ એક એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને આ વાત જણાવી હતી. તેથી આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ સમગ્ર મામલે મહમદ અનવર હુસેન શેખના પરિવારના સભ્ય દ્વારા જ સચિન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સચિન પોલીસ દ્વારા આ સમગ્ર મામલે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયાના ગણતરીના સમયમાં જ સચિન પોલીસ દ્વારા આરોપી મહંમદ અનવર હુસેન શેખની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:નર્મદા કેનાલમાં પતિ પત્નીએ લગાવી મોતની છલાંગ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી પેપર કાંડના મુખ્ય આરોપીઓ ઝડપાયા, નાપાસ વિદ્યાર્થીઓનો પાસ કરાવા લેતા આટલા રૂપિયા

આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનને જામનગર-અમદાવાદ રૂટમાં સાણંદમાં પણ મળ્યું સ્ટોપેજ

આ પણ વાંચો:વલસાડ નજીક હમસફર સુપર ફાસ્ટ ટ્રેનમાં આગ, એક ડબ્બો સળગતા અફડાતફડી