- કોરાના વાયરસનો શંકાસ્પદ દર્દી ફરાર
- સિવિલના આઇસોલેશન વોર્ડમાંથી ફરાર
- 13 દિવસ પહેલાં ચીનથી આવ્યો હતો યુવક
સુરતની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાંથી કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી ફરાર થઈ જોવાનો બનાવ સામે આવ્યો છે.વરાછાનો યુવક RMOને મળવાનું કહીને ફરાર થઈ ગયો છે. 13 દિવસ પહેલાં યુવક ચીનથી ભારત પરત ફર્યો હતો. છેલ્લાં બે દિવસમાં 2 શંકાસ્પદ દર્દી નોંધાયા છે.
મહત્વનું છે કે ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. અને મૃત્યુઆંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વાયરસના ફફડાટના પગલે ભારત સરકારે ચીનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કર્યા હતા.
આ ભાગી ગયેલા યુવકને શોધખોળ તેના એડ્રસ પરથી થઈ શકે છે. આ સિવાય જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 19 તારીખે સુરત પાછા ફરેલા યુવકના ઘરના સરનામાના આધારે તેની શોધખોળ કરવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
