Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં કૂદીને આપઘાત (Ahmedabad Minor Suicide Case) કર્યાની ઘટનામાં પોલીસે તેના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સગીરાના લગ્ન આશરે છ મહિના પહેલાં થયા હતા. લગ્નજીવનમાં અણબનાવ બાદ પતિએ તેને પિયરમાં મોકલી દીધી હતી. ત્યારબાદ સગીરાએ પતિને પરત સાથે રાખવા વિનંતી કરી હતી, પરંતુ પતિએ ઇનકાર કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે.
પ્રેમસંબંધ બાદ બંનેના લગ્ન થયા હતા
પોલીસ ફરિયાદ મુજબ, નારોલમાં રહેતી સગીરાને ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. બંને વચ્ચેના સંબંધને પગલે પરિવારની સંમતિથી આશરે છ મહિના પહેલાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ સગીરા પતિ સાથે આણંદમાં રહેતી હતી.જોકે લગ્નજીવન દરમિયાન બંને વચ્ચે અણબનાવ અને રકઝક શરૂ થઈ હતી. ફરિયાદ મુજબ, 3 ઓગસ્ટે ફરદીને સગીરાને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ સગીરા (Ahmedabad Minor Suicide Case) નારોલ ખાતે તેના પિતાના ઘરે આવીને રહેવા લાગી હતી.
Ahmedabad Minor Suicide Case: પતિને પરત સાથે રાખવા વિનંતી કરી
પિતાની ફરિયાદ અનુસાર, પતિથી અલગ થયા બાદ સગીરા સતત દુઃખી રહેતી હતી. 10 ઓગસ્ટે તે તેની માતા સાથે ઘરે હતી અને લગ્નનો આલ્બમ જોઈને રડી રહી હતી. આ દરમિયાન તેણે પતિને ફોન કર્યો હતો.સગીરાએ પતિને પરત સાથે રાખવા વિનંતી કરી હતી અને તે જે રીતે કહેશે તે રીતે રહેવાની તૈયારી દર્શાવી હતી. જોકે પતિએ તેને પરત આવવા દેવાનો ઇનકાર કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ પછી સગીરા વધુ દુઃખી થઈ રડવા લાગી હતી.
રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો
ફરિયાદ મુજબ, ત્યારબાદ સગીરા ‘ગભરામણ થાય છે, બહાર જઈને આવું છું’ તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી. તે સાબરમતી રિવરફ્રન્ટ પર પહોંચી હતી.ત્યાં તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પતિને સંબોધીને પોતાના મનની વ્યથા વ્યક્ત કરી હતી. આ વીડિયો તેણે પોતાની બહેનને મોકલ્યો હતો. ત્યારબાદ સગીરા (Ahmedabad Minor Suicide Case)એ સાબરમતી નદીમાં છલાંગ લગાવી દીધી હતી.
શોધખોળ બાદ નદીમાંથી મૃતદેહ મળ્યો
સગીરા ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બપોરના આશરે 3 વાગ્યાના સમયે સાબરમતી નદીમાં એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર ટીમે નદીમાંથી મૃતદેહ (Ahmedabad Minor Suicide Case) બહાર કાઢ્યો હતો. મૃતદેહ સગીરાનો હોવાનું સામે આવ્યા બાદ પરિવારને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ શરૂ કરી
સગીરાએ બનાવેલો વીડિયો અને પરિવારની ફરિયાદના આધારે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તેના પતિ ફરદીન શેખ સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને લગ્નજીવનમાં થયેલા અણબનાવ, પતિ દ્વારા સગીરાને ઘરેથી કાઢી મૂકવા તથા ત્યારબાદ બનેલી ઘટનાઓ અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં પરીણિતાએ પતિના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
આ પણ વાંચો:અમદાવાદમાં સાસરીયાના ત્રાસથી ત્રણ માસના ગર્ભ સાથે મહિલાનો આપઘાત
આ પણ વાંચો:અમદાવાદમાં પત્નીએ પોલીસકર્મી પતિની હત્યા કરી આપઘાત કર્યો
