નવી દિલ્હી,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર કરવામાં આવેલી ટિપ્પણીના મામલે હવે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે. આ મામલે ગુરુવારે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા રાહુલ ગાંધીને એક નોટિસ ફટકારવામાં આવી છે.
National Commission for Women (NCW) issues notice to Congress President Rahul Gandhi over his statement "PM ran away & asked a 'mahila' (Defence Minister Nirmala Sitharaman) to defend him" pic.twitter.com/xTAyqNeXg1
— ANI (@ANI) January 10, 2019
કોંગ્રેસ અધ્યક્ષને નોટિસ ફટકારતા રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા કહેવામાં આવ્યું, “રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મહિલા વિરોધી, આક્રમક, અનૈતિક છે તેમજ સમાન્ય રૂપથી મહિલાઓના સન્માન તેમજ પ્રતિષ્ઠા વિરુધ અસન્માનની લાગણી જાહેર કરે છે”.
NCW chairperson Rekha Sharma: We've asked explanation from Rahul Gandhi for why he said what he said y'day in tweets. The statement was pathetic, sexist & misogynistic. That's why we've sent him a notice. He has to explain what does he mean when he is trying to talk low of women pic.twitter.com/v04TFieVZr
— ANI (@ANI) January 10, 2019
અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજસ્થાનના જયપુરમાં એક જાહેરસભાને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, રાફેલ મુદ્દે પીએમ મોદી ભાગી ગયા અને એક મહિલા (રક્ષામંત્રી નિર્મલા સીતારમણ)ને કહ્યું કે મારી રક્ષા કરો. હું પોતાની રક્ષા કરી શકતો નથી”.
આ ઉપરાંત તેઓએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, “વાતોને ન ગુમાવો, મર્દ બનો અને મારા સવાલોના જવાબ આપો”.
પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, “૫૬ ઈંચની છાતીવાળા પ્રધાનમંત્રી લોકસભામાં ૧ મિનિટ માટે પણ આવી શક્યા નથી”.
Rahul Gandhi in Jaipur: PM could not even come to Lok Sabha for a short while, Defence Minister Nirmala ji spoke in the house for 2 1/2 hours but we exposed each and every lie. She had no answer to our direct questions. https://t.co/yka4UU9rWL
— ANI (@ANI) January 9, 2019
રાહુલ ગાંધીએ વધુમાં ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી લોકસભામાં આવી શક્યા નથી, પરંતુ રક્ષા મંત્રી નિર્મલા જી. ગૃહમાં ૨.૫ કલાકમાં જે બોલ્યા હતા એ તમામ આરોપો જુઠ્ઠા છે અને તેઓ અમારા પ્રશ્નોનો સીધો જવાબ પણ આપી શક્યા ન હતા”.
