Not Set/ દિલ્હી/ આપ સરકારની કેબિનેટમાં મહિલા નેતાઓને નો એન્ટ્રી

આમ આદમી પાર્ટીનાં વડા અરવિંદ કેજરીવાલે રવિવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદની શપથ લીધી છે, તેમની પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો હતો. તેમના સિવાય અન્ય 6 મંત્રીઓએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં મંત્રી પદનાં શપથ લીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, દિલ્હીની ચૂંટણીમાં મહિલાઓની સમસ્યા લડનારા કેજરીવાલની સરકારમાં કોઈ પણ મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા […]

Top Stories India

આમ આદમી પાર્ટીનાં વડા અરવિંદ કેજરીવાલે રવિવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદની શપથ લીધી છે, તેમની પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય મેળવ્યો હતો. તેમના સિવાય અન્ય 6 મંત્રીઓએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં મંત્રી પદનાં શપથ લીધા હતા. આશ્ચર્યની વાત એ છે કે, દિલ્હીની ચૂંટણીમાં મહિલાઓની સમસ્યા લડનારા કેજરીવાલની સરકારમાં કોઈ પણ મહિલા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યા નથી. સીએમ કેજરીવાલે કેબિનેટ માટે તેમના જૂના સાથીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આઠ મહિલા ઉમેદવારોએ મોટો વિજય મેળવ્યો છે. જેમાં આતિશી, રાખી બિડલાન, રાજ કુમારી ઢિલ્લન, પ્રીતિ તોમર, ધનવતી ચંદેલ, પ્રમિલા ટોકસ, ભાવના ગૌર અને બંદના કુમારી શામેલ છે. ખાસ વાત એ છે કે કેજરીવાલને ચૂંટણી પ્રચારમાં મહિલાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ હતુ, જેમ કે મફત બસ સવારી અને સુરક્ષા. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં AAP એ કુલ નવ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ફક્ત સરિતા સિંહ રોહતાસ નગર બેઠક પરથી હાર્યા હતા. 2015 ની ચૂંટણીમાં, આપ એ 6 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને તમામે જીત મેળવી હતી.

કાલકાજી વિધાનસભા બેઠક જીતી ચૂકેલા આતિશી માર્લેના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનાં શિક્ષણ મંત્રાલયમાં સલાહકાર પણ રહી ચૂક્યા છે. તેમને કેજરીવાલ સરકારનાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યુ નથી. જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદનાં શપથ લીધા હતા. આપને જણાવી દઈએ કે, સત્યેન્દ્ર જૈન પાછલી સરકારમાં આરોગ્ય પ્રધાન હતા. પાછલી સરકાર દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રે મોહલ્લા ક્લિનિકની ચર્ચા ખૂબ રહી હતી. આ પછી ગોપાલ રાય, કૈલાસ ગેહલોત, ઇમરાન હુસેને મંત્રી પદનાં શપથ લીધા હતા. તે પછી રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદનાં શપથ લીધા હતા. તેમની પાસે જળ સંસાધન મંત્રાલયની જવાબદારી હતી. ઇમરાન હુસેનની પાસે ખાદ્ય મંત્રાલયની પાછલી સરકાર દરમિયાનની જવાબદારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.