Tokyo Paralympics/ શૂટિંગમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, મનીષ નરવાલે જીત્યો ગોલ્ડ તો સિંહરાજને મળ્યો સિલ્વર મેડલ

ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં આજનો દિવસ ખાસ રહ્યો છે, અહીં ભારતનાં મનીષ નરવાલે ગોલ્ડ અને સિંહરાજે સિલ્વર પોતાના નામે કર્યો છે.

Top Stories Sports
નરવાલે
  • ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડમેડલ
  • મનીષ નરવાલે જીત્યો ગોલ્ડમેડલ
  • નિશાનેબાજીમાં મનીષ નરવાલેએ ગોલ્ડ જીત્યો
  • સિંહરાજ અઘાનાએ જીત્યો સિલ્વર મેડલ

જાપાનની રાજધાની ટોક્યોમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં શનિવાર ભારત માટે ખૂબ જ ખાસ દિવસ રહ્યો. અહીં ભારતનાં મનીષ નરવાલે અને સિંહરાજે શૂટિંગમાં P4 મિશ્રિત 50 મીટર પિસ્તોલ SH1 માં અમુક્રમેઃ ગોલ્ડ અને સિલ્વર મેડલ પર નિશાન સાધ્યુ  છે. આ બે ખેલાડીઓ સિવાય પ્રમોદ ભગત અને સુહાસ યથિરાજે બેડમિન્ટનમાં ફાઈનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો છે. પ્રમોદે બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL3 ક્લાસની સેમિફાઇનલમાં જાપાનનાં દૈસુકે ફુજીહારાને 2-0થી હરાવ્યો હતો, વળી સુહાસે SL4 ક્લાસની સેમિફાઇનલમાં ઇન્ડોનેશિયાનાં સેતિયાવાન ફ્રેડીને સીધી ગેમ્સમાં હરાવ્યો હતો.

આ પણ વાંચો – IND vs ENG / મેદાનમાં ફરી દોડી આવ્યો ક્રિકેટ ફેન Jarvo, બોલિંગ કરતા જોની બેયરસ્ટો સાથે અથડાયો, Video

ટોક્યો પેરાલિમ્પિક્સનાં શૂટિંગમાં ભારતીય પેરાશૂટર્સે કમાલ કરી બતાવી છે. મનીષ નરવાલે ગોલ્ડ, જ્યારે સિંહરાજે સિલ્વર જીતી ભારતને વધુ એકવાર ગર્વનો અહેસાસ કરાવ્યો છે. મનીષ નરવાલે P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SS-1 ફાઇનલમાં 218.2 નાં સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સિંહરાજ (216.7) બીજા સ્થાને રહ્યો હતો. ભારતની મેડલની સંખ્યા હવે 15 થઇ ગઇ છે. આ બંને પેરા શૂટર ફરીદાબાદનાં છે. ક્વોલિફિકેશનમાં સિંહરાજ 536 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતો, જ્યારે મનીષ નરવાલ (533) સાતમાં સ્થાને રહ્યો હતો. આ સાથે 19 વર્ષીય મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. અગાઉ અવની લખેરા (મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1) અને સુમિત અંતિલ (પુરુષોની ભાલા ફેંક F64) એ ગોલ્ડ મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો – IND vs ENG / એન્ડરસને એવો રેકોર્ડ બનાવ્યો જે દુનિયાનાં દિગ્ગજ બેટ્સમેન પણ નથી બનાવી શક્યા

39 વર્ષનાં સિંહરાજે આ પેરાલિમ્પિક્સમાં બીજો મેડલ મેળવ્યો હતો. આ પહેલા તેણે 10 મીટર એર પિસ્તોલ SH1 માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અવની લખેરાનાં બે મેડલ પણ છે. ગોલ્ડ ઉપરાંત તેણે બ્રોન્ઝ જીત્યો છે. વર્તમાન પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 15 મેડલ જીત્યા છે. ભારત પાસે હવે 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક્સનાં ઇતિહાસમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક્સ (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…