Sidharth Shukla Death/ સિદ્ધાર્થ શુક્લાની માતાને મળવા પહોંચી રાખી સાવંત, કહ્યું – આંખોમાં આંસુ છે, પણ ભાન નથી…

રાખીએ સિદ્ધાર્થના ઘરેથી નીકળ્યા બાદ કારમાંથી ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણીએ વીડિયોને કેપ્શન આપ્યું, “RIP. હું ખૂબ જ….

Trending Entertainment
સિદ્ધાર્થ

‘બિગ બોસ 14’ ની સ્પર્ધક રાખી સાવંતે દિવંગત ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાની માતા અને તેની કથિત ગર્લફ્રેન્ડ શહેનાઝ ગિલ માટે ચિંતા વ્યક્ત કરી છે. રાખીનું કહેવું છે કે તેની માતાની આંખો ખુલ્લી છે પરંતુ તે ભાનમાં નથી અને માત્ર એક જ વાતનું બોલી રહ્યા છે કે તેનો પુત્ર તેને છોડીને જતો રહ્યો. રાખીએ સિદ્ધાર્થના ઘરેથી નીકળ્યા બાદ કારમાંથી ઈન્સ્ટાગ્રામ પર ઈમોશનલ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણીએ વીડિયોને કેપ્શન આપ્યું, “RIP. હું ખૂબ જ લાગણીશીલ છું, આ ખરેખર હૃદય તોડનાર છે. સિડ કૃપા કરીને પાછા આવો મા તમારી રાહ જોઈ રહી છે… બહુ થઇ છુપા છુપી. મા બુલા રાહી હૈ ભાઈ આવી જા.”

આ પણ વાંચો: શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તમારા જેવું કોઈ નહીં….

ઈન્સ્ટાગ્રામ પર વીડિયોમાં રાખી ખી રહી છે કે, “હું અત્યારે સિદ્ધાર્થના ઘરેથી આવી રહી છું. સિદ્ધાર્થની માતાને મળીને આવી રહી છું. તેની માતાની તબિયત સારી નથી. તે માત્ર એક જ વાત કહી રહી છે કે ‘તે જતો રહ્યો’. ‘ મેં તેને કહ્યું કે તમારો દીકરો તમારી સાથે છે. તે ક્યાંય ગયો નથી.”

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

રાખીએ વીડિયોમાં આગળ કહ્યું છે કે, “મેં તેની માતાને કહ્યું છે કે માત્ર શરીર જ ગયું છે. આત્મા તમારી સાથે છે. તેના ઘરની સ્થિતિ બિલકુલ ઠીક નથી. દરેક વ્યક્તિ ખૂબ આઘાતમાં છે.” રાખીએ કહ્યું કે સિદ્ધાર્થની માતા હોશમાં નથી. તેની હાલત ખૂબ જ ખરાબ છે. આ દરમિયાન રાખીની આંખમાંથી આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો:સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં પહોંચેલી Shehnaaz Gill રડતી જોવા મળી

આ સિવાય રાખીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં સિદ્ધાર્થ શુક્લા નજરે પડે છે. બેકગ્રાઉન્ડમાં રાખીનો અવાજ આવી રહ્યો છે, ‘દુનિયા સિડનાઝને ક્યારેય નહીં ભૂલે. સિડ હંમેશા દરેકના હૃદયમાં રહેશે. સિડ હંમેશા બિગ બોસના ઇતિહાસમાં રહેશે. રાખી સાવંતનો ભાઈ સિડ હંમેશા તેના દિલમાં રહેશે. અમે બધા તમને હંમેશા પ્રેમ કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) 

રાખી આગળ કહે છે, ‘તમારા માતા -પિતાને પ્રેમ કરો. દરેકની ભૂલો માફ કરો, રાત્રે સૂતા પહેલા, ભગવાનને પ્રાર્થના કરો કે સૂર્યના કિરણો તમને સવારે દેખાય અને તમે નવું જીવન જીવો. ભગવાન મારા ભાઈ સિડને સ્વર્ગમાં એવું સ્થાન આપે જે કોઈને ન મળ્યું હોય.

આ પણ વાંચો:મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી રકુલ પ્રીત ઇડી સમક્ષ હાજર થઇ

આપને જણાવી દઈએ કે ગુરુવારે સિદ્ધાર્થનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તે આ દુનિયા છોડી ગયો હતો. સિદ્ધાર્થ પોતાની માતા અને 2 બહેનોને છોડી ગયો છે.

આ પણ વાંચો:હોસ્પિટલ પહોંચતા પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યો હતો સિદ્ધાર્થ શુક્લા

આ પણ વાંચો:સિદ્ધાર્થ શુક્લાએ કરી હતી આ છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, આ લોકોનો માન્યો હતો આભાર