શ્રદ્ધાંજલિ/ શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લાને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- તમારા જેવું કોઈ નહીં….

શહેનાઝ ગિલ ભાન ગુમાવી બેઠી છે, તે તેના આંસુ રોકી શકતી નથી. તેનો ભાઈ શાહબાઝ તેને સંભાળવા મુંબઈ આવ્યો. તે સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શહેનાઝ…

Trending Entertainment
શહેનાઝ

પ્રખ્યાત ટીવી અભિનેતા અને બિગ બોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી દીધી છે. તેણે પોતાની પાછળ ઘણા ચાહકો, તેની માતા, બહેનો અને ખાસ મિત્ર શહનાઝ ગિલને એકલા છોડી દીધા છે. સિદ્ધાર્થનું નિધન થયું ત્યારથી શહેનાઝ ગિલ ભાન ગુમાવી બેઠી છે, તે તેના આંસુ રોકી શકતી નથી. તેનો ભાઈ શાહબાઝ તેને સંભાળવા મુંબઈ આવ્યો. તે સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં શહેનાઝ ગિલ સાથે પણ રહ્યો હતો અને તેને સંભાળતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાનાં અંતિમ સંસ્કારમાં પહોંચેલી Shehnaaz Gill રડતી જોવા મળી

સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બરના રોજ સવારે નિધન થયું હતું અને ગઈકાલે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ શહનાઝના ભાઈ શાહબાઝે સિદ્ધાર્થ શુક્લાને શ્રદ્ધાંજલિ આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. શાહબાઝે સોશિયલ મીડિયા પર લખ્યું છે – મેરા શેર, આપ હમેશાં મેરે સાથ હો ઓર હમેશાં રહેગે, આપકી તરહ બંને કી કોશિશ કરુંગા, યહ મેરા સપના હૈ ઓર યે સપના જલ્દ પુરા હોગા, મેં રેસ્ટ ઇન પીસ નહીં કરુંગા, ક્યોંકી મુજે પતા હૈ આપ નહીં હો,લવ યુ સિદ્ધાર્થ શુક્લા.

 

View this post on Instagram

 

A post shared by SHEHBAZ BADESHA (@badeshashehbaz)

શાહબાઝે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિદ્ધાર્થ શુક્લનો ફોટો મૂકીને શ્રદ્ધાંજલિ પણ આપી છે. આ સિવાય શાહબાઝે પોતાના ઇન્સ્ટાગ્રામ ડીપીમાં સિદ્ધાર્થ શુક્લાની તસવીર પણ મૂકી છે.

આ પણ વાંચો :મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી રકુલ પ્રીત ઇડી સમક્ષ હાજર થઇ

જણાવી દઈએ કે સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા હતા. શાહબાઝ જ બહેન શહનાઝને ત્યાં લાવ્યો હતો. શેહનાઝ ગિલ એક્ટર સિદ્ધાર્થ શુક્લાના આકસ્મિક નિધનથી ભાંગી પડી હતી. આ દુઃખની ઘડીમાં સધિયારો આપવા તેનો ભાઈ શાહબાઝ તથા મમ્મી-પપ્પા આવ્યાં હતાં. શેહનાઝ ગિલ હંમેશાં હસતી જોવા મળતી હતી અને આજે તેના ચહેરા પર દુઃખ છવાયેલું હતું. તેની આંખમાંથી સતત આંસુઓ વહેતાં હતાં. સ્મશાનઘાટમાં જ્યારે તે કારમાંથી બહાર આવી ત્યારે તેના ભાઈએ તેને પકડી રાખી હતી. તે પોતાની જાતે ચાલી શકે એવી સ્થિતિમાં પણ નહોતી.

સિડનાઝ અલગ થઈ ગયા

શહનાઝ અને સિદ્ધાર્થનું નામ ચાહકોએ સિડના રાખ્યું હતું. પણ કોને ખબર હતી કે બંને એકસાથે બહુ ઓછા સમય માટે હશે. શહનાઝે કેમેરા સામે ઘણી વખત સિદ્ધાર્થ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. જોકે સિદ્ધાર્થ હંમેશા તેને કેમેરા સામે પોતાનો મિત્ર કહેતો હતો. થોડા દિવસો પહેલા બંને બિગ બોસ ઓટીટી અને ડાન્સ દિવાને 3 ના શૂટિંગ માટે સાથે જોવા મળ્યા હતા. બંનેએ સાથે ખૂબ મસ્તી કરી અને સેટ પરથી બંનેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો :હોસ્પિટલ પહોંચતા પહેલા જ દુનિયાને અલવિદા કહી ચુક્યો હતો સિદ્ધાર્થ શુક્લા

શેહનાઝના ખોળામાં હતો સિદ્ધાર્થ

મીડિયાએ શેહનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ સાથે વાત કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે, સંતોખે કહ્યું હતું, ‘દીકરીના રડી રડીને હાલ બેહાલ છે. તેણે કહ્યું હતું કે પપ્પા, મારા ખોળામાં અંતિમ શ્વાસ લીધા હતા. હવે હું કેવી રીતે જીવીશ? મારા ખોળામાં તે દુનિયા છોડીને જતો રહ્યો.’

ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર, 2019ના રોજ સિદ્ધાર્થ તથા શેહનાઝ ગિલે ‘બિગ બોસ 13’માં એન્ટ્રી લીધી હતી. ઘરમાં બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરે આકસ્મિક અવસાન થયું હતું. આમ, શેહનાઝ તથા સિદ્ધાર્થ સપ્ટેમ્બર મહિનામાં મળ્યા અને આ જ મહિનામાં અલગ થઈ ગયા હતા. નોંધનીય છે કે શો પૂરો થયા બાદ પણ શેહનાઝ તથા સિદ્ધાર્થ અનેક જગ્યાએ સાથે જોવા મળતા હતા, જોકે બંનેમાંથી કોઈએ પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નહોતો.

આ પણ વાંચો : સિદ્ધાર્થ શુક્લાએ કરી હતી આ છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ, આ લોકોનો માન્યો હતો આભાર

આ પણ વાંચો :બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન, કપૂર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ