padma awards/ ગુજરાતના ગૌરવ આર્કિટેક્ટ પ્રો. બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત

જરાતના પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોત્તર) ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

Top Stories India

Padma Vibhushan Award:    ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે ​​અહીં યોજાયેલા સિવિલ ઈન્વેસ્ટિચર સમારોહમાં ગુજરાતના પ્રો. બાલકૃષ્ણ દોશી (મરણોત્તર) ને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ શ્રી ભાનુભાઈ ચુનીલાલ ચિતારા અને શ્રી મહિપતરાય પ્રતાપરાય કવિને કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. આ ઉપરાંત પ્રમુખ શ્રીમતી હીરબાઈબેન ઈબ્રાહીમભાઈ લોબીએ સામાજિક કાર્ય ક્ષેત્રે તેમજ પ્રો. (ડૉ.) મહેન્દ્ર પાલને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

પ્રો. બાલકૃષ્ણ દોશી રોયલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટ (Padma Vibhushan Award) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આર્કિટેક્ટના ફેલો હતા. જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, બોમ્બેમાં તેમણે પ્રારંભિક અભ્યાસ કર્યા પછી, પેરિસમાં તેમણે લે કોર્બ્યુઝિયર સાથે સિનિયર ડિઝાઇનર (1951-54) તરીકે ચાર વર્ષ સુધી કામ કર્યું હતું અને અમદાવાદમાં તેમના પ્રોજેક્ટ્સ પર દેખરેખ માટે વધુ ચાર વર્ષ સુધી ભારતમાં તેમના માટે કામ કર્યું. 1955માં તેમની ઓફિસ વાસ્તુશિલ્પ (પર્યાવરણીય ડિઝાઇન)ની સ્થાપના કરવામાં આવી હતી.

26 ઑગસ્ટ 1927ના રોજ (Padma Vibhushan Award) જન્મેલા પ્રો. દોશી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ, આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર અને પ્રિત્ઝકર પ્રાઇઝ સહિત અનેક આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે જ્યુરીના સભ્ય રહી ચુક્યા હતા. તેઓ આર્કિટેક્ટ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવતા હતા તે ઉપરાંત, તેઓ એક શિક્ષક તરીકે અને સંસ્થાના નિર્માતા તરીકે પણ એટલા જ જાણીતા હતા. તેઓ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર (1962-72) અને સ્કૂલ ઓફ પ્લાનિંગ (1972-79), અમદાવાદના પ્રથમ સ્થાપક નિયામક હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી સંશોધન સંસ્થા વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન ફોર સ્ટડીઝ એન્ડ રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનની સ્થાપના કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. એક વિદ્વાન તરીકે, તેઓ 1958થી USA અને યુરોપની મુલાકાત લેતા રહ્યા હતા અને અમેરિકન યુનિવર્સિટીઓમાં ઘણી મહત્વપૂર્ણ ચેર સંભાળી હતી.

પ્રો. દોશી આધુનિક ભારતીય આર્કિટેક્ટ્સમાં મોખરે હતા અને ડઝનબંધ ટાઉનશીપ તેમજ અમદાવાદ ખાતેની CEPT યુનિવર્સિટી; નવી દિલ્હી સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી અને બેંગલોર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સહિત કેટલાય શૈક્ષણિક સંકુલો માટેના તેમના ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સનો શ્રેય તેમને મળ્યો હતોપ્રો. દોશીની વ્યાવસાયિક કારકિર્દી ભારતમાં આધુનિક સ્થાપત્ય અને આયોજન શિક્ષણના પ્રણેતા અને ઉદગમ સ્રોત તરીકે ગણવામાં આવતી 1962માં અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવેલી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના પ્રથમ સ્થાપક નિયામક તરીકે તેમની નિયુક્તિ સહિતની શૈક્ષણિક સિદ્ધિઓ સાથે મેળખાવા ઉપરાંત પણ ઘણી વિશિષ્ટ રહી હતી.

પ્રો. દોશીએ એક વ્યાવસાયિક અને શિક્ષણવિદ્ તરીકે આપેલા વિશિષ્ટ યોગદાનને બિરદાવીને, 1976માં ભારત સરકાર દ્વારા તેમને એનાયત કરવામાં આવેલા ‘પદ્મશ્રી’ પુરસ્કાર; 1993માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુએસએ તરફથી માનદ ડોક્ટરેટ; મેકગિલ યુનિવર્સિટી, કેનેડા 2006માં માનદ ડોક્ટરેટ; 1996માં આર્કિટેક્ચર માટે આગા ખાન પુરસ્કાર; 2000માં શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા બદલ પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર; 2007માં ઇન્સ્ટિટ્યુટ ફ્રાન્કેઇસ્ડ આર્કિટેક્ચર, પેરિસ દ્વારા ગ્લોબલ એવોર્ડ ફોર લાઇફટાઇમ અચીવમેન્ટ ફોર સસ્ટેઇનેબલ આર્કિટેક્ચર; 2009માં ફ્રેંચ રિપબ્લિક, સંસ્કૃતિ અને સંચાર મંત્રાલય તરફથી ઓફિસર ઇન ધ ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર; 2018માં પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર; 2020માં ભારત સરકાર દ્વારા ‘પદ્મ ભૂષણ’; 2021માં અમેરિકન એકેડેમી ઓફ આર્ટસ એન્ડ લેટર્સમાં વિદેશી માનદ સભ્યપદ અને 2022માં RIBA રોયલ સુવર્ણ ચંદ્રક જેને મહામહિમ સ્વર્ગીય રાણી એલિઝાબેથ દ્વારા વ્યક્તિગત રીતે મંજૂરી આપવામાં આવી હતી અને જેને આર્કિટેક્ચર માટે વિશ્વના સર્વોચ્ચ સન્માનોમાંનું એક માનવામાં આવે છે તે સહિત અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્કારો અને સન્માનો તેમને એનાયત કરવામાં આવ્યા હતા.

India/ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાને પદ્મ ભૂષણ એનાયત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યાં સન્માનિત