Not Set/ ગેંગરેપનો ભોગ બનેલી પીડીતાએ જેસીપી જે કે ભટ્ટ પર કેવા ચોંકાવારા આરોપો લગાવ્યા,વાંચો

અમદાવાદ, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલાં ગેંગરેપ મામલે આ બળાત્કારનો ભોગ બનનારી મહિલાએ પોલિસ તપાસ સામે ચોંકાવનારા આરોપો મુક્યા છે.રવિવારે મીડીયાને સંબોધતા પીડીતાએ પોલિસની તપાસ પર આરોપો લગાવતા કહ્યું કે તેઓ નિષ્પક્ષ તપાસ કરી રહ્યાં નથી અને કેસને દબાવવા માંગે છે. ગેંગરેપનો ભોગ બનનાર 22 વર્ષિય પીડિતાએ ક્રાઇમબ્રાંચના જોઇન્ટ કમિશનર જે.ક.ભટ્ટ પર આરોપોની રીતરસરની વણઝાર સર્જી […]

Top Stories
Gang Rape ગેંગરેપનો ભોગ બનેલી પીડીતાએ જેસીપી જે કે ભટ્ટ પર કેવા ચોંકાવારા આરોપો લગાવ્યા,વાંચો

અમદાવાદ,

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં થયેલાં ગેંગરેપ મામલે આ બળાત્કારનો ભોગ બનનારી મહિલાએ પોલિસ તપાસ સામે ચોંકાવનારા આરોપો મુક્યા છે.રવિવારે મીડીયાને સંબોધતા પીડીતાએ પોલિસની તપાસ પર આરોપો લગાવતા કહ્યું કે તેઓ નિષ્પક્ષ તપાસ કરી રહ્યાં નથી અને કેસને દબાવવા માંગે છે.

ગેંગરેપનો ભોગ બનનાર 22 વર્ષિય પીડિતાએ ક્રાઇમબ્રાંચના જોઇન્ટ કમિશનર જે.ક.ભટ્ટ પર આરોપોની રીતરસરની વણઝાર સર્જી દીધી છે.
પીડીતાએ કહ્યું હતું કે 48 કલાકથી ક્રાઇમ બ્રાંચના પ્રશ્નોના જે રીતે જવાબ આપવા પડ્યાં છે તે અસહ્ય છે.મારી સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે.

પીડિતાએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, હું જેસીપી જે કે ભટ્ટ સામે ક્યારેય રજુ નહીં થાવ. પીડિતાએ મહિલા મેજિસ્ટ્રેટ દ્વારા તેનું નિવેદન નોંધવાની માંગણી કરી છે. તેવી જ રીતે પીડિતા સાથે તેના પરિજનો પણ હતાં. તેમણે પણ જે કે ભટ્ટ પર અનેક આક્ષેપો લગાવ્યા છે.

પીડિતાએ જણાવ્યું કે, જેસીપી જે.ક.ભટ્ટે મારી સાથે અનેકવાર ખરાબ રીતે વાત કરી છે. તેમણે મને એટલે સુધી કહી દીધું કે જે ઘટનાને તું દુષ્કર્મ કહે છે તેમાં લાકડા જેવી વસ્તુનો ઉપયોગ કરયો હતો તેને રેપ ન કહેવાય. રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું.

પીડિતાએ ક્રાઇમબ્રાંચના જેસીપી જે. કે. ભટ્ટ સામે આરોપ લગાવતા કહ્યું કે, ‘તેમણે મારી સામે જાને ધમકાવતા હોય તે રીતે ખરાબ રીતે વર્તન કર્યું. જે.કે. ભટ્ટ ગંદ્દી અને ઉલટી રીતે તપાસ કરતા હતા. તેઓ મને ધમકી આપતા.

પીડિતાએ જેસીપી જે કે ભટ્ટ પર આરોપ લગાવતા જણાવ્યું કે આડા અવળા સવાલ પૂછવામાં આવ્યા અને રેપ કોને કહેવાય તે અમે નક્કી કરીશું. પીડિતાએ જણાવ્યું કે જે કે ભટ્ટને લીધે આપઘાત કરવાનો વિચાર આવતા ખબર પડી કે રેપ વિક્ટીમ સ્યૂસાઇડ કેમ કરતા હોય છે.

પીડિતાએ વધુમાં જણાવ્યું કે મારી સાથે અપરાધી જેવો વ્યવહાર કરવામાં આવ્યો અને ફરિયાદ બદલવા માટે પણ દબાણ કરવામાં આવ્યું. પીડિતાએ કહ્યું કે, તે જે કે ભટ્ટ સમક્ષ હાજર નહીં થાય અને કેસની તપાસ કોઇ લેડી ઓફિસર જ કરે તેવી માગ કરી છે.

યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, જે.કે.ભટ્ટ ગુનેગારને બચાવવા પ્રયાસ કરે છે. જે. કે. ભટ્ટે અનેકવાર એકના એક જ સવાલો પૂછ્યાં છે. તેમણે મારી સાથે એવો વ્યવહાર કર્યો છે કે જાણે હું ગુનેગાર હોઉ.

પીડિતાએ જણાવ્યું હતું કે, મારી જ ઉલટ તપાસ થઇ રહી છે. અનેકવાર નિવેદનો બદલવાનું કહેવાય રહ્યું છે. આખરે આજે મારે મીડિયા સામે આવવું પડ્યું છે. પીડિતાએ જણાવ્યું હતું કે, પોલીસ ગુનેગારને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

જેસીપી જે.ક.ભટ્ટે આરોપી વૃષભને ગાય જેવો સીધો ગણાવ્યો

પીડિતા મીડિયા સામે જણાવ્યું હતું કે, જેસીપી જે.કે. ભટ્ટે મને એવું પણ કહ્યું કે વૃષભ તો ગાય જેવો સીધો છે. તે તો આવું કાંઇ કરી જ ન શકે. તુ ઇચ્છે તો આ આખો કેસ બદલી નાંખીએ અને તેમની સામે ગેરરીતિનો ઓરોપો મુકીને તેમને થોડી સજા કરવી દઇએ. તું તારૂ સ્ટેટમેન્ટ બદલી નાંખ. આ અંગે પીડિતાએ જણાવ્યું કે, આવી માંગણીઓથી બધા સમજી જ શકે છે કે આ આખા મામલામાં તે શું કરવા માંગે છે. જે.કે ભટ્ટ ગુનેવારોને બચાવવા માંગે છે.

પીડિતાએ જણાવ્યું હતું કે, હું એટલી હદે કંટાળી ગઈ છું કે, મને ગઈ કાલે જ આત્મહત્યા કરવાનો પણ વિચાર આવ્યો હતો. પરંતુ મારા પરિવારે મને સપોર્ટ કર્યો એટલે આજે હું જીવતી છું. હું સાચી છું અને હું આ લડાઇ લડીશ જ. હું ઈચ્છુ છું કે, આ કેસમાંથી ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટને હટાવવામાં આવે. આ કેસની તપાસ કોઇ નિષ્પક્ષ મહિલા અધિકારીને સોપવામાં આવે.

પીડિતાના પરિજનોની જેસીપી જે. કે. ભટ્ટને હટાવવા 

પીડિતા બાદ તેના પિતાએ પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું. જેમાં તેમને કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, અમને ન્યાય મળે. તેવી જ રીતે જે. કે. ભટ્ટ જેવા ઓફિસર આ કેસમાંથી બહાર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સ પ્રમાણે આવો કોઇ કેસ આવે તેના પુરાવાની તપાસ 24 કલાકમાં લેડી ઓફિસર દ્વારા થવી જોઇએ.’
પીડિતાના ભાઈએ પણ જણાવ્યું હતું કે, અમને કેસ બદલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે