Not Set/ જાણો ક્યાં અને કેમ આવવું પડ્યું, અમેરીકી તપાસ એજન્સી ‘FBI’ને ગુજરાતમાં તપાસ માટે

વિશ્વની સૌથી પાવર પેક તપાસ એજન્સી એટલે FBI, નામ તો સાંભળ્યું હશે, અમેરીકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેસન, વિશ્વની સૌથી શક્તિશાળી તપાસ અજન્સી માનવામા આવે છે. લાદેન ક્યા અને કેમ શું કરે છે તે શોધી ઝેર કરવાથી માંડીને વિશ્વનાં અનેક દેશો ક્યાં શું અને કોણ કેવી રીતે કરશે તેની FBIને રાયથી રતી શુધીની ખબર હોય છે […]

Top Stories Gujarat Surat World
biteconnect.PNG1 જાણો ક્યાં અને કેમ આવવું પડ્યું, અમેરીકી તપાસ એજન્સી 'FBI'ને ગુજરાતમાં તપાસ માટે

વિશ્વની સૌથી પાવર પેક તપાસ એજન્સી એટલે FBI, નામ તો સાંભળ્યું હશે, અમેરીકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેસન, વિશ્વની સૌથી શક્તિશાળી તપાસ અજન્સી માનવામા આવે છે. લાદેન ક્યા અને કેમ શું કરે છે તે શોધી ઝેર કરવાથી માંડીને વિશ્વનાં અનેક દેશો ક્યાં શું અને કોણ કેવી રીતે કરશે તેની FBIને રાયથી રતી શુધીની ખબર હોય છે તેવા સૌ કોઇ જાણે છે અને તે વિશ્વ પ્રસિધ્ધ તપાસ એજન્સીને પણ ચક્કરમાં નાખી દેવામાં આપણા એક ગુજરાતી નિમીત બન્યો ચે. અલબત વાત ગર્વ લેવા જેવી બીલકુલ નથી કારણ છે અર્થિક કૌભાંડ.

satish kumbhani જાણો ક્યાં અને કેમ આવવું પડ્યું, અમેરીકી તપાસ એજન્સી 'FBI'ને ગુજરાતમાં તપાસ માટે

જી હા વાત કરવામાં આવી રહી છે ભારતભરમાં અને વિશ્વમાં બહુ ચર્ચાના વમળો ઉભા કરનાર આર્થિક કૌભાંડ ક્રિપ્ટો કરન્સી કૌભાંડ  એટલે કે બિટકનેકટ કૌભાંડની. અમેરિકી તપાસ એજન્સી FBIનાં બે અધિકારીઓ બિટકનેકટ કૌભાંડની તપાસ માટે સુરત આવ્યાં હતા. FBI દ્વારા બિટકનેકટ કૌભાંડનાં માસ્ટર માઇન્ડ ગણાતા સતીશ કુંભાણીની પૂછપરછ કરવામાં આવી છે.
biteconnect જાણો ક્યાં અને કેમ આવવું પડ્યું, અમેરીકી તપાસ એજન્સી 'FBI'ને ગુજરાતમાં તપાસ માટે
સુરતનાં સતીશ કુંભાણીએ વિયેતનામ, મલેશિય, ઈન્ડોનેશિયા, સાઉથ કોરીયા, જાપાન, ફિલિપાઇન્સ, દુબઈ, અમેરિકા વગેરે દેશોમાં પણ અનેક લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. જેને લઈને ખુદ FBI પણ ચકરાવે ચડતા સુરત આવવાની ફરજ પડી હતી.
satish kumbhani.PNG1 જાણો ક્યાં અને કેમ આવવું પડ્યું, અમેરીકી તપાસ એજન્સી 'FBI'ને ગુજરાતમાં તપાસ માટે
આપને જણાવી દઇએ કે બિટ કોઈન જેવી બિટકનેકટ લિમિટેડ કંપની બનાવી સુરતનાં સતિશે દુનિયાભરનાં લોકોને શીશીમાં ઉતારી, કરોડોનું કૌભાંડ આર્ચયુ છે. ત્યારે આ FBIને પણ કૌભાંડનાં તાતણા ભેગા કરવા ભેજાબાજ સતિશ કુભાંણાીની પૂછપરછ કરવાની ફરજ પડી હતી અને ઇતિહાસમાં પહેલી વાર અમેરીકી તપાસ એજન્સીને ભારતનો ઘક્કો ખાવો પડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.