Not Set/ નેતાનો અશ્લીલ વિડિયો થયો વાયરલ, પાર્ટીએ પદ પરથી હટાવ્યા

હિમાચલ પ્રદેશમાં એક વિડિયો વાયરલ થતા જ રાજનીતિમાં જાણે ગરમાવો આવી ગયો છે. જાણીને નવાઇ લાગશે પણ આ વિડિયો હિમાચલની ભાજપા મહિલા મોર્ચાની નેતાનો છે. આ વિડિયોમાં મહિલાની સાથે એક પુરુષ અશ્લીલ હરકતો કરતા દેખાય છે. આ પુરુષ ભાજપ યુવા મોર્ચાનો જ પદાધિકારી હોવાનુ સામે આવી રહ્યુ છે. આ બંન્નેનો અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી […]

India
bath નેતાનો અશ્લીલ વિડિયો થયો વાયરલ, પાર્ટીએ પદ પરથી હટાવ્યા

હિમાચલ પ્રદેશમાં એક વિડિયો વાયરલ થતા જ રાજનીતિમાં જાણે ગરમાવો આવી ગયો છે. જાણીને નવાઇ લાગશે પણ આ વિડિયો હિમાચલની ભાજપા મહિલા મોર્ચાની નેતાનો છે. આ વિડિયોમાં મહિલાની સાથે એક પુરુષ અશ્લીલ હરકતો કરતા દેખાય છે. આ પુરુષ ભાજપ યુવા મોર્ચાનો જ પદાધિકારી હોવાનુ સામે આવી રહ્યુ છે. આ બંન્નેનો અશ્લીલ વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

વિડિયોની વાત કરીએ તો તે કોઇ સરકારી ગેસ્ટ હાઉસનો હોય તેવુ પ્રતિત થઇ રહ્યુ છે. વિડિયોનાં સામે આવ્યા બાદ બંન્ને નેતાઓ પર પાર્ટીએ કાર્યવાહી કરતા તેમને તેમના પદ પરથી હટાવી દીધા છે. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ અશ્લીલ વિડિયોને લઇને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વિડિયો કોઇ બાથરૂમનો છે, જ્યા બંન્નેએ અશ્લીલ વિડિયો શૂટ કર્યો છે. વિડિયોને જોઇ એવુ લાગી રહ્યુ છે કે વિડિયો બંન્નેની મરજીથી બનાવવામાં આવ્યો છે. તેમ છતા આ વિડિયો વાયરલ કેવી રીતે થયો તે તપાસનો વિષય બન્યો છે.

ભાજપ નેતાનો આ વિડિયો 12 મિનિટનો છે. જે સામે આવ્યા બાદ પણ હજુ સુધી પોલીસ તરફથી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ એસપી કુલ્લૂ ગૌરવ સિંહનું કહેવુ છે કે, પોલીસની પાસે હજુ સુધી કોઇ ફરિયાદ આવી નથી. જો આ સંબંધી કોઇ ફરિયાદ આવે છે તો તેની તપાસ જરૂર કરવામાં આવશે. આ વિશે ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યુ કે, આ મામલો તેમના ધ્યાનમાં આવ્યો છે અને બંન્નેને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે પાર્ટી આ પ્રકારની અશ્લીલતા સહન કરશે નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.