કોરોના અપડેટ/ દેશમાં આજે કોરોનાના નવા કેસ 18 હજારને પાર,38 દર્દીઓના મોત

આજે ફરી એકવાર કોરોનાના કેસ 18 હજારને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 18,815 નવા કેસ નોંધાયા છે

Top Stories India
7 9 દેશમાં આજે કોરોનાના નવા કેસ 18 હજારને પાર,38 દર્દીઓના મોત

દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે ફરી એકવાર કોરોનાના કેસ 18 હજારને પાર પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના 18,815 નવા કેસ નોંધાયા છે. આ આંકડા પાછલા દિવસ કરતા થોડા ઓછા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15,899 દર્દીઓ સાજા થયા છે.આ સમયગાળામાં વધુ 38 લોકોએ જીવ ગુમાવ્યો છે. કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 1 લાખ 22 હજાર 335 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 18,815 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 38 લોકોના મોત થયા હતા. દૈનિક ચેપ દર વધીને પાંચ ટકાની નજીક પહોંચી ગયો છે.શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 1,22,335 થઈ ગઈ છે. નવા દર્દીઓ સહિત દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે વધીને 4,35,85,554 થઈ ગઈ છે. એ જ રીતે, વધુ 38 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 5,25,343 થયો છે.

સક્રિય કેસ કુલ સંક્રમિતોના 0.28 ટકા છે, જ્યારે કોવિડમાંથી રિકવરી રેટ 98.51 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસમાં 2,878નો વધારો થયો છે. દૈનિક ચેપ દર વધીને 4.96 ટકા થયો છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 4.09 ટકા હતો.