ભાવનગર,
પાલીતાણાના રંડોળા ગામે લૂંટના ઈરાદે આવેલા લુંટારુઓએ વૃદ્ધ દંપતીને ખાટલા સાથે બાંધીને હત્યા કરી નાસી ગયાની ઘટના બની છે. જે અંગે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામે લૂંટ વીથ ડબલ મર્ડરની ઘટના બની હોવાની વિગતો સામે આવી છે. પાલીતાણાના રંડોળા ગામે વાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીની લુંટારુઓએ ખાટલે બાંધી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.
લુંટારુઓ દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાડીમાં ચોરીના ઇરાદે આવેલા લૂંટારૂઓએ દંપતીની હત્યા કરી હતી. આ બેવડી હત્યાના મામલે પાલીતાણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જયારે વૃદ્ધ દંપતીના મૃતદેહોને પીએમ માટે પાલીતાણાની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.