Not Set/ યુરોપિયન અંતરીક્ષ એજન્સી બુધ ગ્રહના રહસ્યો જાણવા મોકલશે ઉપગ્રહ, ત્યાં પહોચતા લાગશે સાત વર્ષ

લંડન યુરોપિયન અંતરીક્ષ એજન્સી દ્વારા બ્રિટનમાં બનેલું અંતરીક્ષ યાન બુધ ગ્રહની યાત્રા કરવામાં માટે નીકળશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સૂર્યની સૌથી  નજીકના ગ્રહમાં પાણી છે કે નહી તે તપાસવાનું છે. યુરોપીય અંતરીક્ષ એજન્સીના બેપીકોલોમ્બો અભિયાન હેઠળ બે કૃત્રિમ ઉપગ્રહ સૂર્ય પર મોકલવામાં આવશે જે બુધ ગ્રહ વિશેની જાણકારી શોધશે. બુધ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર […]

World Trending Tech & Auto
merc rx vir 2016 યુરોપિયન અંતરીક્ષ એજન્સી બુધ ગ્રહના રહસ્યો જાણવા મોકલશે ઉપગ્રહ, ત્યાં પહોચતા લાગશે સાત વર્ષ

લંડન

યુરોપિયન અંતરીક્ષ એજન્સી દ્વારા બ્રિટનમાં બનેલું અંતરીક્ષ યાન બુધ ગ્રહની યાત્રા કરવામાં માટે નીકળશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સૂર્યની સૌથી  નજીકના ગ્રહમાં પાણી છે કે નહી તે તપાસવાનું છે. યુરોપીય અંતરીક્ષ એજન્સીના બેપીકોલોમ્બો અભિયાન હેઠળ બે કૃત્રિમ ઉપગ્રહ સૂર્ય પર મોકલવામાં આવશે જે બુધ ગ્રહ વિશેની જાણકારી શોધશે.

બુધ ગ્રહ અને પૃથ્વી વચ્ચેનું અંતર ૯ બિલિયન કિલોમીટર છે.

બેપીકોલોમ્બો એરક્રાફ્ટ ૨૦ ઓક્ટોમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહને બુધ ગ્રહ સુધી પહોચતા સાત વર્ષ લાગશે.

ઉલ્લેખનીય છે કે બુધ ગ્રહ પર તાપમાન ૪૫૦ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોચી જાય છે.

આ ઉપગ્રહને તૈયાર કરનાર બ્રિટન યુનિવર્સીટીના પ્રોફેસર એમ્મા બંસે કહ્યું હતું કે બુધ ગ્રહ સાથે સંકળાયેલી ઘણી જોરદાર વાતો છે, જે આપણને હજુ સુધી ખબર નથી.

આ અભિયાન દ્વારા બુધ ગ્રહ પર પાણી છે કે નહી તે જાણી શકાશે તેવું લાગી રહ્યું છે.

સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ બુધ છે. તેમ છતાં બુધ થોડો નમેલો છે જેના લીધે તેના કેટલાક ભાગમાં છાયડો રહે છે.આ ભાગનું તાપમાન શૂન્ય પરતા પણ ઓછુ હોય છે. જેના લીધે આ ગ્રહ પર બરફ હોવાની શક્યતા જણાઈ રહી છે.

માત્ર પાણી વિશે જ નહી પરંતુ આ ગ્રહ પર ચુંબકીય ક્ષેત્ર વિશેની માહિતી પણ આ ઉપગ્રહની મદદથી જાણી શકાશે તેવું લાગી રહ્યું છે.