રાજ્યમાં બાળકીઓ પર થતા અત્યાચારમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાંથી બાળકીના ઉત્પીડનનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
અમરાઈવાડી વિસ્તારમાં ચાર વર્ષની એક બાળકી સાથે પાડોશમાં રહેતા આધેડ વ્યક્તિએ શારીરિક અડપલાં કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આધેડ વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગો પર ખોટી રીતે સ્પર્શ કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે દિલીપ રાજપૂત નામના શખ્સની પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જણાવી દઈએ કે, બાળકીનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે. પતિ અને પત્ની કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
શુક્રવારે બાળકીના દાદી ઘરમાં ચા બનાવી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા આધેડે બાળકીને તેના ઘરના રૂમમાં બંધ કરી દીધી હતી અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. આધેડે બાળકીનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં અને તેના ગુપ્ત ભાગે છેડછાડ કરી હતી. બાળકીની ચીસ સાંભળીને તેના દાદી દોડી ગયા હતા અને બાળકી હવસનો શિકાર બનતા બચી ગઈ હતી.
