Not Set/ કેશોદ/ માર્કેટિંગ યાર્ડમાં મુકેલી મગફળી પલળી ગઇ, ખેડૂતોને ભારે નુકસાન  

ગત મધરાતે ગુજરાતના સૌરાષ્ટ્ર સહીત અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. આ માવઠાને કારણે કેશોદમાં માર્કેટિંગ યાર્ડમાં મુકેલી મગફળી પલળી ગઇ હતી. મગફળી પલળતાં ખેડૂતોને ભારે નુકસાન  થયું હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવતા માર્કેટ યાર્ડમાં મુકવામાં આવેલી મગફળી પલળી ગઈ છે. મગફળી ઢાંકવા લાવવામાં […]

Gujarat Others
કેશોદ કેશોદ/ માર્કેટિંગ યાર્ડમાં મુકેલી મગફળી પલળી ગઇ, ખેડૂતોને ભારે નુકસાન  

ગત મધરાતે ગુજરાતના સૌરાષ્ટ્ર સહીત અનેક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી હતી. આ માવઠાને કારણે કેશોદમાં માર્કેટિંગ યાર્ડમાં મુકેલી મગફળી પલળી ગઇ હતી. મગફળી પલળતાં ખેડૂતોને ભારે નુકસાન  થયું હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે.

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં ફરી એકવાર કમોસમી વરસાદે કહેર વર્તાવતા માર્કેટ યાર્ડમાં મુકવામાં આવેલી મગફળી પલળી ગઈ છે. મગફળી ઢાંકવા લાવવામાં આવેલી તાડપત્રી ટુંકી પડતા આશરે 2000 બોરી મગફળી પલળી ગઇ છે. મહત્વનું છે કે, તંત્ર દ્વારા કોઈ પૂર્વ આયોજન કરવામાં ના આવતા અને ખુલ્લાં શેડમાં મગફળી રાખવામાં આવી હોવાથી મગફળીમં નુકશાન થયું છે.

આ વરસાદ અંગે તંત્ર દ્વારા અગાઉથી જાણ પણ કરવામાં આવી હતી. છતાંય માર્કેટિંગ યાર્ડ તરફથી આગમચેતીના કોઈ જ પગલા ના લેવામાં આવતા ખેડૂતને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.