Not Set/ અરવલ્લી/ વાત્રક જમણાકાંઠાની કેનાલ ઉભરાતા ખેતરો બેટમાં ફેરવાયા

એક તો માવઠા પર માવઠા અને તેમાય સિંચાઈ ખાતાની બેદરકારી, એ ખેડૂતોને પડ્યા પર પાટા માર્યા જેવો ઘાટ અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો થયો છે. આ વર્ષે અનરાધાર વરસાદ ને કારણે ખેડૂત પહેલે થી દુખી છે. ઉભો પાક બધોજ ખરાબ ગયો છે. ત્યાં ફરી એક વાર જિલ્લાના વાતાવરણમાં પલટો દેખાતા ખેડૂતની ના માથે દુખના વાદળ છવાયા છે. ધનસુરા […]

Gujarat Others
loanfarmer અરવલ્લી/ વાત્રક જમણાકાંઠાની કેનાલ ઉભરાતા ખેતરો બેટમાં ફેરવાયા

એક તો માવઠા પર માવઠા અને તેમાય સિંચાઈ ખાતાની બેદરકારી, એ ખેડૂતોને પડ્યા પર પાટા માર્યા જેવો ઘાટ અરવલ્લી જીલ્લાના ખેડૂતોનો થયો છે. આ વર્ષે અનરાધાર વરસાદ ને કારણે ખેડૂત પહેલે થી દુખી છે. ઉભો પાક બધોજ ખરાબ ગયો છે.

ત્યાં ફરી એક વાર જિલ્લાના વાતાવરણમાં પલટો દેખાતા ખેડૂતની ના માથે દુખના વાદળ છવાયા છે. ધનસુરા , બાયડ સહિત ના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળ છાયું વાતાવરણ બંધાતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. ફરી એકવાર રવિ પાક પર ખાતરની ભીતીત સેવાઈ રહી છે. જેને ખેડૂતોને ફરી ચિંતામાં મુકયાં છે.

તો બીજી બાજુ,  વાત્રક જમણાકાંઠા ની કેનાલ ઉભરાઈ છે. બાયડ નજીક નારમીયા ની મુવાડી પાસે કેનાલ ઉભરાઈ રહી છે. જેના કારણે કેનાલ ઉભરાતા હજારો લીટર પાણીનો વેડફાટ થી રહ્યો છે. તો સૌથી મોટી મુશ્કેલી કેનાલ ઉભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. અને ખેડૂતને પડ્યા પર પાટા જેવો ઘાટ ઉભો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.