IPL 2024/ ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતાની ટીમને 7 વિકેટે હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2024 માં જીતના ટ્રેક પર પાછી ફરી છે. સતત બે મેચ હાર્યા બાદ, CSK એ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 7 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી.

Sports Trending
Cricket Tutorials YouTube Thumbnail 7 1 ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતાની ટીમને 7 વિકેટે હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2024 માં જીતના ટ્રેક પર પાછી ફરી છે. સતત બે મેચ હાર્યા બાદ, CSK એ સોમવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 7 વિકેટથી શાનદાર જીત નોંધાવી હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં CSKને 138 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો તેણે 14 બોલ બાકી રહેતા પીછો કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 58 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 67 રન બનાવ્યા હતા. ગાયકવાડે વિનિંગ ફોર ફટકારી હતી.અને ચેન્નાઇએ 3 વિકેટ પર 141 રન કરીને વિજય મેળવ્યો હતો. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની KKR ને વર્તમાન સિઝનમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. KKRએ સતત ત્રણ મેચ જીતી હતી.

138 રનના લક્ષ્યનો પીછો કરતા CSKએ મક્કમ શરૂઆત કરી હતી. ગાયકવાડ અને રચિન રવિન્દ્ર (15)એ પ્રથમ વિકેટ માટે 27 રન કર્યા હતા. રચિન ચોથી ઓવરમાં વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. આ પછી ગાયકવાડે ડેરીલ મિશેલ (19 બોલમાં 25, એક ફોર, એક સિક્સ) સાથે મળીને લીડ મેળવી હતી. બંનેએ બીજી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. મિશેલને 13મી ઓવરમાં સુનીલ નારાયણે બોલ્ડ કર્યો હતો. ગાયકવાડ અને શિવમ દુબે વચ્ચે ત્રીજી વિકેટ માટે 38 રનની ભાગીદારી થઈ હતી. દુબેએ 18 બોલમાં 28 રન બનાવ્યા હતા. તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. એમએસ ધોની એક રન બનાવ્યા હતા.

આ પહેલા KKRએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 137 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 3 ફોરની મદદથી 34 રનની ઇનિંગ રમી હતી. CSK માટે તુષાર દેશપાંડે અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. મુસ્તાફિઝુર રહેમાને બે અને મહેશ થીક્ષાનાએ એક વિકેટ લીધી હતી. ટોસ હાર્યા બાદ CSKની શરૂઆત ખરાબ રહી હતી. દેશપાંડેએ ફિલિપ સોલ્ટ (0)ને મેચના પહેલા બોલ પર જાડેજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સુનીલ નારાયણ (20 બોલમાં 27) અને અંગક્રિશ રઘુવંશી (18 બોલમાં 24)એ બીજી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. જાડેજાએ સાતમી ઓવરમાં બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કોલકાતાએ 85ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. વેંકટેશન અય્યર (3), રિંકુ સિંહ (9) અને રમનદીપ સિંહ (13) મુશ્કેલ સમયમાં પ્રદર્શન કરી શક્યા ન હતા. શ્રેયસે એક છેડો પકડી રાખ્યો હતો પરંતુ રનની ગતિ વધારવામાં તે સફળ થઈ શક્યો નહોતો. તે 20મી ઓવરમાં આઉટ થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ