જૂનાગઢ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, જૂનાગઢમાં વરસાદ બંધ થતાં ધીમે ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે અને લોકોને જળબંબાકારમાંથી પણ મુક્તિ મળી છે. પરંતુ માર્ગો પર પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘરની બહાર પાર્ક કરેલી કાર પાણીના પ્રવાહમાં એક બીજા પર ચઢી ગઈ હતી.

જૂનાગઢમાં હવે વરસાદ બંધ થતાં સ્થિતિ ખરાબ છે
જૂનાગઢમાં સ્થિતિ એવી બની ગઈ હતી કે એસપીને લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવી પડી હતી. વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. 1983 પછી પહેલીવાર અહીં આટલો વરસાદ નોંધાયો છે. શહેરમાં બનાવેલા બેઝમેન્ટ પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તેમાં અનેક વાહનો ડૂબી ગયા હતા. એટલું જ નહીં લિફ્ટ અને સીડીઓમાંથી પણ પાણી આવવા લાગ્યું.
રાયજીબાગ એટલે કે જૂનાગઢનો પોશ વિસ્તાર અહીં વરસાદને કારણે મોંઘાદાટ વાહનો પણ રમકડાંની જેમ વહેવા લાગ્યા હતા. સાથે જ ભેંસો પણ પૂરના પાણીમાં ફસાઈ ગઈ હતી. જો કે હવે રસ્તાઓ પરથી પાણી ઓસરી ગયા છે, પરંતુ સ્થિતિ હજુ પણ ખરાબ છે. એક બીજા પર વાહનોના થપ્પા થઈ ગયા છે અને જનજીવનને માઠી અસર થઈ છે.

ધમાકેદાર વરસાદ બાદ NDRF અને SDRFની બે- બે ટીમ તૈનાત કરવામાં આવી છે. જૂનાગઢમાં 200 જેટલા લોકોનું રેસક્યૂ કરાયું હતુ. અહીં લોકો માટે 20 હજાર ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા હતા. શહેરમાં 80 ટકા વીજપુરવઠો શરૂ કરાયો

બિન જરુરી રીતે બહાર નિકળવાને લઈ જિલ્લા ક્લેકટરે સોમવારે રાત્રીના 12 કલાક સુધી અમલમાં રહે એ રીતે જાહેરનામુ બહાર પાડવમાં આવ્યુ છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેથી અતિ ભારે વરસાદની સ્થિતીમાં લોકો બહાર ના નિકળે અને સલામત રહી શકે. રવિવાર અને સોમવારે આ જાહેરનામું અમલમાં રહેશે અને લોકોને બહાર નિકળવાને લઈ નિયંત્રણ દાખવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રવાસન સ્થળો પર જવા માટે નિષેધ કરવામાં આવ્યો છે.
નવસારીમાં પાણી ભરાવાના કારણે લોકોની મુશ્કેલી વધી છે
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે સમસ્યા સર્જાઈ હતી. દ્વારકામાં ગટર બ્લોક થઈ ગઈ હતી અને પાણી ભરાઈ ગયા હતા. બજારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા. બીજી તરફ નવસારીમાં સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધીના બે કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. બે કલાકના મુશળધાર વરસાદ બાદ નવસારી અને વિજલપોર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પર પાણી ભરાયા છે. જૂનાથાણા વિસ્તારમાં આવેલી ગેસ એજન્સીના ગોડાઉનનો ગેટ પાણીના પ્રવાહને કારણે ખુલ્યો હતો. આ પછી અહીં રાખેલા ગેસ સિલિન્ડર પાણીમાં ધોવાઈ ગયા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
અમરેલીમાં પૂર જેવી સ્થિતિ
આવું જ કંઈક ગુજરાતના અમરેલી શહેરમાં બન્યું. અહીં લીલામાં અચાનક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. આ પછી રસ્તાઓ પર તોફાની પૂર આવ્યું હતું. બજારની વચ્ચે નદી વહેતી જોવા મળી હતી. એક યુવક હાથમાં ગેસ સિલિન્ડર લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો, પરંતુ તે દરમિયાન પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તે વહી ગયો. સમગ્ર સૌરાષ્ટ્રમાં પૂરના કારણે સ્થિતિ ખરાબ છે.
આ પણ વાંચો:ગુજરાતનાં આજે આ 6 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, જૂનાગઢ-નવસારીમાં પૂરની સ્થિતિ; ઘરોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા
આ પણ વાંચો:અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, શહેરના આ અંડરપાસ બંધ કરાયા
આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી શહેરમાં ચાલતા કાફે-રેસ્ટોરા પર પોલીસની તવાઈ
