ગેંગવોર/ ભરૂચના ઝઘડિયા GIDCમાં છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ ઝઘડામાં વચ્ચે અનેક રાઉન્ડ ફાયરિંગ

ભરૂચના ઝઘડિયા GIDC ખાતે બે જૂથ વચ્ચે બબાલ થતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણમાં અનેક ફાયરિંગ બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ વચ્ચે બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી […]

Gujarat Others

ભરૂચના ઝઘડિયા GIDC ખાતે બે જૂથ વચ્ચે બબાલ થતા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જૂથ અથડામણમાં અનેક ફાયરિંગ બાદ વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, છોટુ વસાવાના ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલ ગ્રુપ વચ્ચે બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામા આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

પૂર્વ ધારાસભ્ય છોટા વસાવાના  ભાણેજ રજની વસાવા અને જયમીન પટેલના ગ્રુપની આ બબાલમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉદ્યોગોના નિર્માણકાર્યના કોન્ટ્રાક્ટ મેળવવા અને કામ મેળવી કમાણી કરવા અહી ગેંગવોર ચાલી  રહ્યાની ચર્ચા છે.