Not Set/ આણંદ/ રીક્ષા કેનાલમાં ખાબકતા ડ્રાઈવર સહિત તમામ મુસાફરો પાણીમાં ગરકાવ

આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે સીએનજી રીક્ષા કેનાલમાં ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર મુસાફરો કેનાલના પાણીમાં ડુબી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ રીક્ષામાં સવાર મુસાફરો અને રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ મૃતદેહ કે, કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા મળી નથી. જો કે રીક્ષાને […]

Gujarat Others

આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે સીએનજી રીક્ષા કેનાલમાં ખાબકતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષા ચાલક સહિત રીક્ષામાં સવાર મુસાફરો કેનાલના પાણીમાં ડુબી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે.

હાલ રીક્ષામાં સવાર મુસાફરો અને રીક્ષા ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હજુ સુધી કોઈ પણ મૃતદેહ કે, કોઈ વ્યક્તિને શોધવામાં સફળતા મળી નથી. જો કે રીક્ષાને બહાર કાઢવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે બચાવ કામગીરી યુધ્ધના ધોરણે મોડી રાતથી જ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ મૃતદેહ કે કોઈ વ્યક્તિ મળી આવી નથી.

આ ઘટનાની જાણ થતા ફાયર સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આસપાસના લોકોએ પણ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.