Not Set/ કચ્છ/ રજા લઈ પોતાના વતન જઈ રહેલ BSF જવાનનું ટ્રકની ટક્કરથી મોત

રાજ્યમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર મોટા વાહન ચાલકો રસ્તા પર જતા લોકોને અડફેટે લોટા જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં BSF જવાન ટ્રકની અડફેટે આવતા મોત નીપજ્યું છે. આ મામલે મળતી […]

Gujarat Others

રાજ્યમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મોટા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અવારનવાર મોટા વાહન ચાલકો રસ્તા પર જતા લોકોને અડફેટે લોટા જોવા મળી રહ્યા છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. જ્યાં BSF જવાન ટ્રકની અડફેટે આવતા મોત નીપજ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર કચ્છના રાપરના શિવગઢ નજીક આ અકસ્માત સર્જાયો હતો. BSFનો જવાન રજા લઈ તેના વતન યુપી જવા નીકળ્યો હતો. ત્યારે અજાણ્યા ટ્રકચાલકે આ જવાનને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં જીવ ગુમાવનાર BSFનો જવાન બેલા બોર્ડર આઉટ પોસ્ટ પર ફરજ બજાવતો હતો.

આ મામલે પોલીસને જાણ થતા બાલાસર પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.