Not Set/ આણંદ: નાપાડથી નાવલી તરફ જતી અલ્ટો કારમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાનિ નહીં

આણંદ, અવારનવાર કારમાં આગ લાગવાની ઘટના સાથે આવતી હોય છે ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. જણાવીએ કે આણંદ નાવલી નાપાડ રોડમા દુર્ઘટના સર્જાઇ હતી. નાવલી અને નાપાડ વચ્ચે એક અલ્ટો કારમાં અચાનક જ આગ લાગી હતી.જોકે ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલક દ્વારા તરત જ કારને સાઈડ ઉપર લગાવીને નીચે ઉતારી જતા […]

Gujarat Others

આણંદ,

અવારનવાર કારમાં આગ લાગવાની ઘટના સાથે આવતી હોય છે ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. જણાવીએ કે આણંદ નાવલી નાપાડ રોડમા દુર્ઘટના સર્જાઇ હતી.

નાવલી અને નાપાડ વચ્ચે એક અલ્ટો કારમાં અચાનક જ આગ લાગી હતી.જોકે ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલક દ્વારા તરત જ કારને સાઈડ ઉપર લગાવીને નીચે ઉતારી જતા કાર ચાલકનો બચાવ થયો હતો.

આપને જણાવી દઈએ કાર ચાલક નાપાડથી નાવલી તરફ જતા હતા ત્યારે રસ્તામાં આગ લાગી હતી. કારમાં ગેસનો બોટલ ફાટતા કારમાં આગ લાગી હતી. કારમાં ગેસનો બોટલ ફાટતા પહેલા ફાયર દ્વારા પાણીના મારથી આગ પર કાબુ લેવાયો હતો.