Navsari News: નવસારી(Navsari)માં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે (C R Paatil) જાહેર મંચ પરથી ધારાસભ્ય (MLA) આર.સી. પટેલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘વાઘને કોણ કહેશે કે તારા મોંમાંથી દુર્ગંધ આવે છે?’ આ શબ્દો સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે કહ્યું કે, બધા રસ્તા અમે બનાવ્યા છે.
નવસારીમાં જલાલપોર(Jalalpor)માં કરાડી ગામમાં રાષ્ટ્રીય વિદ્યાલયના શતાબ્દી સમારંભમાં બંને નેતાઓ વચ્ચે રમૂજી વાકયુદ્ધ છેડાયું હતું. આર સી પટેલે ફરિયાદ કરતા કહ્યું હતું કે, મેં કોઈ કામ ન કર્યુ હોય તો રાજકારણ છોડી દઈશ, તો સામે સી આર પાટીલે કટાક્ષ કરતા કહ્યું કે, વાઘને કોણ કહે કે તારૂં મોઢું ગંધાય છે.
સી આર પાટીલે કહ્યું કે આર.સી. પટેલને સાતમી વખત પણ ટિકિટ આપવી જોઈએ, જે મોટા ભાગે ચૂપ રહેતા જોવા મળ્યાં છે. બંને નેતાઓ વચ્ચે વ્યંગ થતાં કાર્યક્રમમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આર સી પટેલે સી આર પાટીલને જવાબ આપતા કહ્યું કે, જલાલપોરમાં તમામ રસ્તાઓ અમે બનાવ્યા છે.
આ પણ વાંચો:સી.આર.પાટીલે ફરી એકવાર એ બતાવી દીધું કે તેમના જવું હોશિયાર અને સચોટ વિશ્લેષક બીજુ કોઈ નથી
આ પણ વાંચો:સીઆર પાટીલે કેમ માંગી કાર્યકર્તાઓની માફી…
