Tapi News : તાપી જિલ્લ્માં વૃધ્ધા ખુલ્લા બોરવેલમાં પડી જતા તંત્ર દોડતું થયું હતું. આ બનાવની વિગત મુજબ વ્યારાના ચાંપાવાડી ગામે વૃદ્ધા બોરવેલમાં ખાબક્યા હતા. જેમાં સુમીબેન ગામીત નામના વધ્ધા બોરવેલમાં પડી જતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
બાદમાં વૃધ્ધાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સારવાર અર્થે તેમને વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વૃધ્ધાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં વૃધ્ધા અકસ્માતે બોરવેલમાં પડી ગયા હોવાનું બહાર આવ્યું હતું,
આ પણ વાંચો:વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
આ પણ વાંચો:ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો
