Gir Somnath News/ ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

એલસીબીના હાથે ઝડપાતા તેમના ઉમંગ પર પાણી ફેરવ્યું છે.

Top Stories Gujarat Breaking News

Gir Somnath News: બૂટલેગર ચોરવાડ (Chorvad) ખાતે દમણથી દારૂ ભરી બોટને ડિલીવરી માટે લઈ જઈ રહ્યો હતો ત્યારે 31st પાર્ટી પહેલા વેરાવળના (Veraval) દરિયાકિનારે ગીર સોમનાથ એલસીબીએ (LCB) દારૂ ઘૂસાડવાનો પ્લાન નાકામ કર્યો હતો. રૂપિયા 12.29 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે, 5ને વોન્ટેડ જાહેર કરાયા છે. દમણથી બોટમાં દારૂનો જથ્થો ભરી કોડીનારના મૂળ બે બુટલેગરો એલસીબીના હાથે ઝડપાતા તેમના ઉમંગ પર પાણી ફેરવ્યું છે.

વેરાવળના દરિયાકિનારે 31st પાર્ટીને લઈ ગુજરાત પોલીસ, એલસીબી બૂટલેગરોના, દારૂની હેરાફેરી કરનારાઓના કીમિયા નિષ્ફળ કરવા સઘન પેટ્રોલિંગ કરી રહી છે. બૂટલેગરો ફીશિંગ બોટમાં દમણથી ચોરવાડ જઈ રહ્યાં હતા. ત્યારે ગીર સોમનાથ એલસીબીએ 2 ખાનગી બોટમાં શંકાસ્પદ માલસામનને આધારે બોટની તપાસ કરી, તેમજ પૂછપરછના આધારે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બોટમાંથી વિદેશી દારૂની 105 પેટી, બિયરની 19 પેટી, કિંમત રૂપિયા 5.25 લાખનો દારૂનો જથ્થો, બોટ, બે એન્જીન, મોબાઈલ સહિત કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

બોલિવૂડ ફિલ્મ રઈસની જેમ દારૂ ઘૂસાડવા સક્રિય બનેલા બૂટલેગરોએ દમણથી ફિશીંગ બોટમાં દારૂ ભરીને ત્રણ દિવસ પહેલાં નીકળ્યા હતા. જોકે, એલસીબીની ચાંપતી નજરે બૂટલેગરોનો કીમિયો નિષ્ફળ કર્યો હતો. રૂપિયા 12.29 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે, 5ને વોન્ટેડ જાહેર કરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ટેન્કર સાથે 54.35 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: બૂટલેગર ‘ટેણી’ પર પોલીસના ‘બૂટ’ ભારે પડ્યા, બધી ટણી નીકળી

આ પણ વાંચો: પાટણમાં દારૂ ભરેલી કાર સાથે 9 લાખનો મુદ્દ્માલ કબજે