auto and tech/ હવે ફોન સ્ક્રીન પર નંબર સાથે કૉલ કરનારનું નામ પણ દેખાશે, 1 નવેમ્બર 2026થી નવી સેવા શરૂ

હવે ફોન પર કૉલ(calls) આવશે ત્યારે સ્ક્રીન પર કૉલ કરનારનો નંબર અને નામ બંને દેખાશે

Breaking News Tech & Auto
calls

Auto And Tuch: કૉલિંગ નેમ પ્રેઝન્ટેશન એટલે કે CNAP સેવા 1 નવેમ્બર 2026થી શરૂ કરવાનો નિર્દેશ દૂરસંચાર વિભાગે ટેલિકૉમ ઑપરેટર્સને આપ્યો છે. તેનાથી ફોન પર કૉલ(calls) આવશે ત્યારે સ્ક્રીન પર કૉલ કરનારનો નંબર અને નામ બંને દેખાશે. યુઝરે આ સેવા અલગથી ઍક્ટિવેટ કરવાની જરૂર રહેશે નહીં.

callsમાં દેખાશે અસલી નામ, શું છે નવો નિયમ

સરકારે કંપનીઓને નિર્દેશ આ પ્યો છે કે 1 નવેમ્બર 2026થી તમામ 4G અને 5G મોબાઇલ નેટવર્ક પર CNAP ફરજિયાત કરવામાં આવે. તેથી અજાણ્યા નંબર પરથી કૉલ આવે ત્યારે પણ કૉલ કરનારનું નામ ફોનની સ્ક્રીન પર જોવા મળશે. જો કૉલ કરનારનો નંબર તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ હશે, તો એ જ નામ દેખાશે. સેવ ન હોય તો સિમ લેતી વખતે નોંધાવેલું નામ દેખાશે. વિદેશથી એટલે કે ઇન્ટરનેશનલ નંબર પરથી કૉલ આવશે તો નામ નહીં દેખાય. સ્ક્રીન પર માત્ર “ઇન્ટરનેશનલ કૉલ” લખેલું આવશે.

સિસ્ટમ કેવી રીતે કામ કરશે

દરેક ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરે પોતાના યુઝર્સનાં નામ અને મોબાઇલ નંબરને જોડતો નવો ડેટાબેઝ તૈયાર કરવો પડશે. કૉલ આવે ત્યારે કંપની ડેટાબેઝમાંથી નામ મેળવીને સ્ક્રીન પર બતાવશે.

પ્રાઈવેસી અને બિઝનેસ યુઝર્સ માટે નિયમો

જણાવ્યા મુજબ, કૉલ કપાતાં જ સિસ્ટમ નામને પોતાની મેમરીમાંથી કાઢી નાખશે. જેમણે નામ છુપાવવાની (CLIR) સેવા લીધી હોય, તેમનું નામ સ્ક્રીન પર દેખાશે નહીં.

બિઝનેસ કે બલ્ક સિમ વાપરતા યુઝર્સ પોતાનો ટ્રેડમાર્ક અથવા રજિસ્ટર્ડ બિઝનેસ નામ દર્શાવી શકશે. તે માટે ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અથવા GST પોર્ટલ પર નોંધાયેલા નામનું વેરિફિકેશન અને દસ્તાવેજો ઑપરેટરને આપવા પડશે. હાલ આ નિયમ ફક્ત 4G, 5G કે તેથી ઉપરની જનરેશનના નેટવર્ક પર ફરજિયાત છે. 2G, 3G અને લેન્ડલાઇન (PSTN) નેટવર્ક પર લાગુ કરવા અંગે સરકાર અલગથી વિચારણા કરશે.

કૉલિંગ નેમ પ્રેઝન્ટેશનની પૃષ્ઠભૂમિ

ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ ફેબ્રુઆરી 2024માં આની ભલામણ કરી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનામાં તેના ટ્રાયલ થયા. ઑક્ટોબર 2025માં TRAI અને DoT વચ્ચે સંમતિ થઈ કે આ સેવા “રિક્વેસ્ટ પર” આપવાને બદલે બાય-ડિફોલ્ટ લાગુ થશે.

યુઝર્સને શું ફાયદો

જણાવ્યા મુજબ, તેનાથી ખોટા કૉલ, સાઇબર ફ્રોડ, સ્પામ કૉલ અને બ્લેકમેઇલિંગ જેવી ઘટનાઓ પર રોક લાગશે. ખોટા નામે સિમ વાપરતા લોકોની ઓળખ સરળ બનશે. યુઝર્સે ટ્રૂકોલર (Truecaller) જેવી થર્ડ-પાર્ટી એપ પર નિર્ભર રહેવું નહીં પડે, એમ પણ કહેવાયું છે.

યુઝર્સ માટે ટિપ્સ

જો તમારું સિમ પરિજન અથવા જૂના નામે હોય, તો 1 નવેમ્બરથી કૉલ કરતી વખતે એ જ નામ બીજા લોકોને દેખાશે. તેથી ટેલિકોમ ઑપરેટરનો સંપર્ક કરીને KYC અપડેટ રાખવું. બિઝનેસ કનેક્શન ધરાવતા લોકોએ 1 નવેમ્બર પહેલાં GST અથવા ટ્રેડમાર્ક દસ્તાવેજો આપીને બ્રાન્ડ નામ અપડેટ કરાવી લેવું.


આ પણ વાંચો:ન તો અનુષ્કા, ન વામિકા કે ન અકાય, જાણો કોની છે આ ખાસ તસવીર જે વિરાટના મોબાઈલ ફોનની સ્ક્રીન પર દેખાઈ?

આ પણ વાંચો:Xiaomiની ચેતવણી: 50- રૂપિયાના સ્ક્રીન ગાર્ડનો ઉપયોગ કરવાનું કરો બંધ, નહીં તો તમારા ફોનને થશે આ મોટુ નુકશાન

આ પણ વાંચો:સ્માર્ટફોન પડી જાય તો સ્ક્રીન ડેમેજ નહીં થાય..વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યો અનબ્રેકેબલ ગ્લાસ