Surendranagar News : સુરેન્દ્રનગરના લખતર શહેરમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા છે. જેને લઈને રોગચાળાનો ભય પેદા થયો છે. જેમાં ઠેર ઠેર ગટરો ઉભરાતા ગંદકી થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. શહેરના ભૈરવપરા, ખાળીયાફળીમાં ગટરીયા પાણી વહી રહ્યા છે.
તે સિવાય મફતીયાપરા રોડ પર ગંદા પાણીની નદીઓ વહેતી દેખાઈ રહી છે. રોજબરોજ ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિક લોકો નાછૂટકે ગંદા પાણીમાં ચાલવા મજબુર બન્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં ‘ખ્યાતિકાંડ’ જેવું કૌભાંડ સામે આવ્યું!
આ પણ વાંચો:રાજકોટ મ્યુનિસિપાલિટીએ ફૂંક્યું બુદ્ધિનું દેવાળુ, અંડરપાસમાં સ્ટોર્મ વોટર લાઇન જ ન નાખી
આ પણ વાંચો:રાજકોટમાં સિંગ તેલમાં ભાવમાં ઉછાળો! ગૃહિણીઓએ બજેટ વધારવું પડશે
