Vav tharad News: વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ગામડાના યુવાનને પ્રેમસંબંધ ભારે પડી ગયો છે. તેના કારણે યુવતીના કુટુંબે તેના મરણતોલ માર માર્યો છે. તેનું છેક અમદાવાદથી અપહરણ કર્યુ હતુ અને તેના પર અમાનુષી કહી શકાય તેટલી હદનો અત્યાચાર ગુજાર્યો હતો. થરાદ પોલીસ સ્ટેશનમાં આ અંગે 12 જણા અને અન્ય અજાણ્યા ગુનેગારો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આ કેસમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તેનો ત્રણ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. છોકરીના લગ્ન બીજે ક્યાંક થયા હોવા છતાં, તે હજુ પણ તે યુવક સાથે રહેવા માંગતી હતી. તેથી, તેઓએ 16 માર્ચ, 2026 ના રોજ મિત્રતા કરાર કર્યો. તેમને અંદાજ હતો કે તેમના કુટુંબીઓ તેમને શાંતિથી રહેવા નહી દે તેથી તેઓ અમદાવાદના વટવા વિસ્તારમાં અંજન નગરમાં ભાડાના રૂમમાં રહેતા અને કામ કરતા હતા.
આમ છતાં આરોપીઓ એક સુનિયોજિત કાવતરું ઘડીને, અમદાવાદમાં તેમના રૂમમાં બીજી એપ્રિલના રોજ ત્રાટક્યા હતા. ઘૂસી ગયા. આરોપીઓએ દરવાજો તોડયો, અચાનક ઘૂસી ગયા અને તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો. તેઓએ ₹32,000 રોકડા અને સોનાના દાગીના, તેમજ તેમની બેગમાં રહેલા મોબાઇલ ફોન અને દસ્તાવેજો ચોરી લીધા. ત્યારબાદ, તેઓએ તેમને બળજબરીથી કારમાં બેસાડીને તેમનું અપહરણ કર્યું.
આરોપી હસમુખ બાબુજી માળી અને અન્ય વ્યક્તિઓ યુવાનને અજાણ્યા સ્થળે અને ખેતરમાં લઈ ગયા અને તેની સાથે ભયાનક ક્રૂરતા આચરી. યુવાનને નગ્ન કરીને જમીન પર સૂવાની ફરજ પાડવામાં આવી. તેના ગુદામાં એક ટ્યુબ નાખવામાં આવી, ઇન્જેક્શનની સોય નાખવામાં આવી અને તેના પર થોડું પ્રવાહી છાંટવામાં આવ્યું. તેઓએ તેના ચહેરા અને આંખો પર પાણી પણ છાંટી દીધું, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ. યુવાનને મહિલાઓના કપડાં પહેરાવીને નાચવા માટે મજબૂર કરવામાં આવ્યો, અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો. જ્યારે તેને તરસ લાગી, ત્યારે તેને શૌચાલયનું પાણી પીવા અને નશીલા સિગારેટ પીવા માટે દબાણ કરવામાં આવ્યું. તેને લોખંડના પાઇપ અને બેલ્ટથી માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી.
છેવટે આરોપીઓએ યુવાનને ખેતરમાં ફેંકી દીધો, જ્યાં સ્થાનિકોએ 112 અને 108 ને જાણ કરી. લોહીથી લથપથ યુવાનને થરાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થરાદ પોલીસે ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ચિરાગ પૃથ્વીરાજ ચૌધરીને સોંપવામાં આવી છે.
પોલીસે આ કેસમાં આરોપી ઇશ્વરભાઈ માળી, પોપટભાઈ માળી, કાશ્નાજી માળી, શિવાજી માળી, આયદાનજી માળી, ખેમાજ માળી, દિલીપભાઈ માળી, હીરાજી માળી, હસમુખ માળી, યોગેશ માળી, દિનેશ માળી, હેમાભાઈ માળી અને બીજા 12 અજાણ્યા વ્યક્તિઓની સામે કેસ નોંધ્યો છે.
