સ્ટેચ્યુ ઓફ યુનિટી/ અમિત શાહ આજે સાંજે વડોદરા પહોંચશે,આવતીકાલે એકતા પરેડમાં ભાગ લેશે

એકતા દિવસની ઉજવણી માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ નહી રહે તે વિદેશ પ્રવાસ પર છે, પરંતુ ગૃહપ્રધાન અમીત શાહ ખાસ ઉપસ્થિત રહેશે

Gujarat

આ વર્ષે 31 ઓક્ટોબરના ના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં એકતા પરેડ યોજાવાની છે. એકતા દિવસની ઉજવણી માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ નહી રહે તે વિદેશ પ્રવાસ પર છે, પરંતુ ગૃહપ્રધાન અમીત શાહ ખાસ ઉપસ્થિત રહેશે.જેમની સાથે મુખ્યમંત્રી પણ હાજર રહેશે. એકતા પરેડની રિહલસલ પુર જોશમાં ચાલી રહી છે. આ વખતે પણ ગૃહ વિભાગ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે.ગૃહપ્રધાન અમિતશાહ આજે સાંજે દિલ્હી થી વડોદરા આવી પહોંચશે.

  આ વખતે જે પરેડ થવાની છે. જેમાં પોલીસ પેરામિલેટ્રીફોર્સ,બીએસએફ,સીઆઇએસએફ,આઈટીબીપી,સીઆરપીએફ,એસ એસ બીના જવાનો પરેડ કરશે. સુરક્ષા દળ પોલીસ દળના જવાનો મોટર સાયકલ,સાઇકલીસ્ટ પણ પરેડમાં ભાગ લેશે. આ વખતે પરેડમાં અલગ કલગ ફોર્સના 400 જવાનો પરેડમાં ભાગ લેશે તેમજ  કલાકારો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે  છે.

વડોદરા એરપોર્ટ થી બાય રોડ આજે સાંજે 10.30 કલાકે કેવડિયા આવશે.VVIP સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે સવારે 7.55 સર્કિટ હાઉસથી.SOU ખાતે જાવા રવાના સરદાર વલ્લભભાઈ પટેલ ની વિરાટ પ્રતિમા ના ચરણ ની પૂજા કરશે.જ્યાંથી સીધા 8 કલાકે પરેડ ગ્રાઉન્ડ પર હાજર8 થી 10 પરેડ નિરીક્ષણ અને સંબોધન કરશે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કેવડિયા સર્કિટ હાઉસ પર જશે.11.30 કલાકે સર્કિટ હાઉસ થી સીધા હેલી પેડ પર થી આણંદ જવા રવાના થશે