Jamnagar News:જામનગર રાજકોટ હાઇવે પર માનસી હોટલ પાછળના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂ (liquor)નો જથ્થો કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં દારૂની કુલ 19,522 બોટલ મળી આવી છે.
ગોડાઉનમાંથી લાખો રૂ.નો વિદેશી દારૂ(liquor) જપ્ત
કબજે કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 40.68 લાખ થાય છે. દારૂ ઉપરાંત ત્રણ વાહનો સહિત લાખો રૂપિયાનો અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. આ રીતે પોલીસના હાથે કુલ રૂ. 53.78 લાખનો મુદ્દામાલ લાગ્યો છે.
જામનગર-રાજકોટ હાઇવે (Jamnagar Rajkot highway) પરની માનસી હોટલ પાછળના ગોડાઉન (Mansi Hotel godown) પર દરોડો પાડવામાં આવ્યો હતો.
વિદેશી દારૂનો જથ્થા સાથે એકની ધરપકડ
આ દારૂકાંડમાં પોલીસે ધર્મેશ યાજ્ઞિક નામના આરોપીને પકડી પાડ્યો છે. આરોપી ધર્મેશની ધરપકડ (Dharmesh Yagnik arrest) બાદ પોલીસે ગોડાઉનના કબજેદાર સહિત અન્ય લોકોની ભૂમિકાની તપાસ કરી રહી છે.
દારૂના સપ્લાયની તપાસ (liquor supply probe) દ્વારા પોલીસ સપ્લાય અને વેચાણ સાથે જોડાયેલી કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ કેસમાં અન્ય 10 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો: તહેવારો પહેલા વડોદરા નજીક ટેમ્પોમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલો દારૂ કબજે
આ પણ વાંચો: વડોદરા: કોટંબીના ગોડાઉનમાંથી વિદેશી દારૂની 66,432 બોટલ જપ્ત, રૂ. 1.28 કરોડનો મુદ્દામાલ કબજે
આ પણ વાંચો: વલસાડમાં LCBએ 1023 પેટી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કર્યો, ચાલક ફરાર
