Not Set/ રાજયના સૌથી ઊંચા ધ્વજ તરીકે ઓળખાતા રાષ્ટ્રધ્વજની ઓળખ ભૂસાણી,બેદરકાર સત્તાધીશોની અણઆવડતનો નમૂનો

વડોદરા દેશ જ્યારે આઝાદીનું 72મું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના સમા વિસ્તારમાં તળાવ પાસે આવેલ બગીચાની ઓળખ અત્યાર સુધી તિરંગા ગાર્ડન તરીકેની હતી. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી ગાર્ડનની આ ઓળખ ભૂંસાઇ ગઇ છે. 214 ફુટ ઊંચો 72 ફુટ લાંબો અને 48 ફુટ પહોળો આ તિરંગો તે વખતે રાજ્યનાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ તરીકે પ્રસિદ્ધિ […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા

દેશ જ્યારે આઝાદીનું 72મું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરના સમા વિસ્તારમાં તળાવ પાસે આવેલ બગીચાની ઓળખ અત્યાર સુધી તિરંગા ગાર્ડન તરીકેની હતી. પરંતુ છેલ્લાં કેટલાંક મહિનાથી ગાર્ડનની આ ઓળખ ભૂંસાઇ ગઇ છે.

214 ફુટ ઊંચો 72 ફુટ લાંબો અને 48 ફુટ પહોળો આ તિરંગો તે વખતે રાજ્યનાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો. નાગરિકોમાં દેશભાવના જાગ્રત થાય તે હેતુ સાથે વડોદરામાં આ તિરંગો લગાવવામાં આવ્યો હતો. જે તે વખતે રાજ્યનાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો. પરંતુ વડોદરા મહાનગર પાલિકાનાં બેદરકાર સત્તાધીશોની અણઆવડતનાં પાપે આ રાષ્ટ્રધ્વજ એક વર્ષમાં 67 વખત ફાટ્યો અને તેટલી જ વખત આપણાં અભિમાનનું ઘોર અપમાન થયું.

હવે લગભગ કાયમ માટે વડોદરા મહાનગર પાલિકાએ આ તિરંગો ઉતારી લીધો છે. જેથી આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વે વડોદરાવાસીઓ રાજ્યનાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગૌરવ નહીં લઇ શકે. આ માટે વડોદરાનાં શાસકો પાસે પોતાનાં તર્ક છે.

આથી હવે કાયમ માટે વડોદરા મહાનગર પાલિકાએ આ તિરંગો ઉતારી લીધો છે અને આ પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ મુકી દીધું છે. જેથી આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વે વડોદરાવાસીઓ રાજ્યનાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું ગૌરવ નહીં લઇ શકે.

આ પ્રોજેક્ટ માટે પાલિકાએ કોન્ટ્રાક્ટરને અત્યાર સુધી 50 લાખ જેટલી રકમ પધરાવી દીધી છે. જેને પગલે  વિપક્ષ કોંગ્રેસે ભાજપનાં શાસકો પર સસ્તી પ્રસિદ્ધિનો આરોપ લગાવી રાષ્ટ્રધ્વજનાં અપમાનનો આક્ષેપ કર્યો છે.