ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા વિભાગ માં સસ્તા અનાજના દુકાન ધારકો વેપારીઓ હાલ કફોડી હાલત ભોગવી રહી છે દિવસે ને દિવસે વેપારીઓ ની મુશ્કિલો વધી રહી છે એક તરફ સરકાર વન રેશન કાર્ડ તેમજ ડોર સ્ટેપ ડિલિવરી જેવી સુવિધાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માંગી રહ્યા છે ત્યારે બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે તેઓ સરકાર પાસે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે તેઓને હાલ અનાજની ગુણીએ જે કમિશન મળી રહ્યું છે તે કમિશનમાં હવે ધંધો કરવા અશક્ય બન્યો છે તેમ જ કોઈ જાતનો બીજો વિકલ્પ રહ્યો નથી કે હવે સસ્તા અનાજની દુકાનો ચલાવી શકે તેમજ તેઓને સરકાર પાસે અપેક્ષા છે કે સરકાર અન્ય રાજ્યોની જેમ ગુજરાત રાજ્યના સસ્તા અનાજ ની દુકાન ધારકો ને ફિક્સ પગારમાં કરી આપે કે જેથી તેઓના ઘરનું ભરણ પોષણ થઇ શકે અને આ મોંઘવારીમાં હાલ સસ્તા અનાજના વેપારીઓની હાલત ખૂબ જ કફોડી થઇ છે જેના કારણે રાજકોટ જિલ્લા માંથી આશરે 50થી 55 જેટલા વેપારીઓએ રાજીનામા પણ આપી દીધા છે અને અન્ય દુકાન ધારકો હાલ મજુરી અને સિક્યુરિટી ની નોકરી એ ચડી ગયા છે
આ મોંઘવારીમાં તેઓ પોતાના ઘરનું ગુજરાન હવે સસ્તા અનાજના દુકાન ધારક તરીકે ચલાવી શકે તેમ નથી તેથી તેઓએ આવા પગલા લેવા પડી રહ્યા છે ગુજરાત રાજ્ય એસોસિએશન અમારા બંને પ્રમુખો એ અમારા વેપારીઓને લાગણી સભર સંદેશો આપ્યો છે વેપારીઓની આ કફોડી હાલત માં સરકાર અમને 15 થી 20 હજાર રૂપિયા ફિક્સ પગારે કરીદે તો અમારા વેપારીઓનું ગુજરાન ચાલે અન્યથા રાજકોટ શહેર જિલ્લાના મોટા ભાગના વેપારીઓ રાજીનામા આપવાના માગે છે અને ગુજરાત રાજ્યના તમામ વેપારીઓ પણ રાજીનામા આપી દેવા માંગે છે.
