ભાવનગર/ મધ્યાહન ભોજન શરૂ નહિ થતા આખો દિવસ ભૂખ્યા રહેતા બાળકો…

ભાવનગર નગર પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો કુલ ૫૫ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા ત્યારે પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભોજન ન મળતા તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

Gujarat Others
મધ્યાહન ભોજન
  • સરકારી શાળામાં મધ્યાહન ભોજનના ફાફા
  • કુપોષિત બાળકોમાં નોંધપાત્ર વધારો
  • વિદ્યાર્થીઓને ભોજન ન મળતા હાલાકી
  • શિક્ષણમંત્રીને મધ્યાહન ભોજન શરૂ કરવા માંગ
  • યોજના કયારે શરૂ થાય તે જોવું રહ્યું  

કોરોના બાદ સરકારી શાળામાં આપવામાં આવતુ મધ્યાહન ભોજન હજુ સુધી ચાલુ ન કરાતા ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ભાવનગર નગર પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો કુલ ૫૫ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 20  હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા ત્યારે પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભોજન ન મળતા તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આવી સ્થિતિમાં બચપન ચેરીટેબલ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને રોજ પૌષ્ટિક આહાર પૂરો પડાય છે પરંતુ આ સંસ્થાઓ તમામ વિધાર્થીઓને ભોજન પૂરું પાડવા સક્ષમ નથી ત્યારે રાજ્યનાં શિક્ષણમંત્રીને મધ્યાહ્ન ભોજન યોજના વહેલી તકે શરૂ કરવા અનેક વખત રજૂઆતો પણ કરાઈ છે. ત્યારે મધ્યાહ્ન ભોજન યોજના કયારે શરૂ થાય તે જોવું રહ્યું..

એક તરફ ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી તરફ સરકારી શાળામાં આપવામાં આવતા મધ્યાન ભોજનમાં શાળા કોરોના બાદ બંધ થયા બાદ આજદિન સુધી આપવામાં આવ્યું નથી. કોરોનાની મહામારી બાદ લગભગ બે વર્ષ થી વધુ સમય વિતવા છતાં સ્કૂલોમાં હજુ પણ મધ્યાહ્ન ભોજન શરુ કરાયું નથી. ભાવનગરની બચપન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા દરરોજ વિદ્યાર્થી ઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે.

રાજ્યની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે શાળાઓ શરૂ થઈ ચૂકી છે. પરંતુ કોરોના કાળ બાદ ઘણા સમયથી શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કરવામાં આવ્યું નથી. ભાવનગર નગર પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો કુલ ૫૫ પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 20 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સૌથી વધુ પછાત વિસ્તારમાંથી આવતા નાના વિદ્યાર્થીઓ હાલ મધ્યાન ભોજન સ્કૂલમાં આવતું ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે બાળકોની સ્કૂલનો સમય સવારે 11 કલાકે હોવા થી સવારે 10 સુધીમાં બાળકો પોતાના ઘરે થી નીકળી સ્કૂલએ પહોંચી જાય છે. અને ત્યાર બાદ શાળાએ થી છૂટ્યા બાદ જ ઘરે જઈ શકે છે. જેના લીધે વિદ્યાર્થી બાળકોને ભુખા રહેવાની ફરજ પડે.

સરકાર જયારે કુપોષિત ગુજરાતનું વાત કરે છે. ત્યારે રાજ્યનાં શિક્ષણમંત્રીને મધ્યાહ્ન ભોજન યોજના વહેલી તકે શરૂ કરવા માટે અનેક વખત રજૂઆતો પણ થઈ ચૂકી છે. અને ભાવનગર તો શિક્ષણ મંત્રીનો મત વિસ્તાર તો પછી અહીંના બાળકોની મુશ્કેલી તે વધુ જાણતા હોય ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર આગામી દિવસોમાં મધ્યાહન ભોજન યોજના કયારે શરૂ કરશે?

આ પણ વાંચો :ભગવદ્દ ગીતાના પાઠ ભણવા અંગે આપ અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, કહ્યું-ચૂંટણી પહેલા ભાજપ કરી રહ્યું…

આ પણ વાંચો :ચૂંટણીલક્ષી ઉડાન, સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની સર્વિસ ફરી શરૂ

આ પણ વાંચો :અડાજણમાંથી મળ્યો નશાકારક દવાઓનો જથ્થો, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો :ધો. 10ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ટેન્શનમાં આવીને કર્યો આપઘાતનો પ્રયાસ, ગટગટાવ્યું એસિડ