Vadodara News/ વડોદરામાં અકસ્માત થતા ટેમ્પોમાં ફસાયેલા ડ્રાઈવરને કેબીન કાપી બહાર કઢાયો

આ અકસ્માત મામલે હરણી પોલીસ વધુ તપાસ કરી રહી છે

Gujarat Vadodara
અકસ્માત બાદ કેબિન કાપી ડ્રાઈવરને બહાર કઢાયો

Vadodara News : વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરત તરફથી અમદાવાદ જઈ રહેલા ટ્રેલરમાં ચેમ્પો ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પોના કેબીનનો કચ્ચરઘાણ નીકળી જતા અંદર ડ્રાઈવર ફસાઈ ગયો હતો. આ અંગે જાણ કરવામાં આવતા ERC ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ ટેમ્પાના કેબિનનો દરવાજો કટરથી કાપી નાંખવામાં આવ્યો હતો અને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માત મામલે હરણી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

બે કલાકની જહેમત બાદ ડ્રાઈવરને બહાર કઢાયો

ERC ફાયર સ્ટેશનના રેસ્ક્યુ કરનારા કાળુભાઈ ડામોરે કહ્યું હતું કે અમને આ અંગે વહેલી સવારે 4.30 વાગ્યે કોલ મળ્યો હતો. જ્યારે અમે ઘટનાસ્થલે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર બચાઓ બચાઓની બૂમો પાડી રહ્યો હતો. બાદમાંઅમે બે કલાકની જહેમત બાદ ટેમ્પો ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢીને રેસ્ક્યુ કર્યું હતું. ટેમ્પો ડ્રાઈવર કેબિનમાં ફસાયેલો હતો. આથી અમે હાઈડ્રોલિક સાધનો વડે કામગીરી હાથ ધરી હતી. ડ્રાઈવરના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ફસાયેલો હતો. આથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી નડી હતી.

રેસ્ક્યુ કરવા માટે હાઈડ્રોલિક કટારી, સ્પેડર અને રેમજેક જેવા સાધનો વડે નુકશાન થયેલા ભાગને કાપવાનું શરૂ કર્યું હતું. ડ્રાઈવરને ઈજા ન પહોંચે તે રીતે દરવાજા અને કેબિનના આગળના ભાગને બે કલાકની જહેમત બાદ એક બાજુનો દરવાજો કાપીને બહાર કાઢ્યો હતો. ડ્રાઈનરના પગમાં ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. હરણી પોલીસે ડ્રાઈવર ક્યાનો હતો તથા નામ સાથેની વિગતો અંતે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં ફરી એક બેફામ ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત, બે લોકોને લીધા અડફેટે

આ પણ વાંચો: અમદાવાદમા GMDC ગ્રાઉન્ડ પાસે સર્જાયો અકસ્માત,બાઇક સવારનું મોત

આ પણ વાંચો: હિંમતનગર નજીક કાર પલટી જતા અકસ્માત, ત્રણના મોત