Gandhinagar News/ ગુજરાતમાં મોટી કાર્યવાહી: 5 જજને તાત્કાલિક ફરજિયાત નિવૃત્તિ

પાંચ Judges ને રાજ્યના કાયદા વિભાગે તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે

Top Stories Gandhinagar Gujarat
રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતને ધ્યાનમાં રાખીને પાંચ જજ(Judges) તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે

Gandhinagar News : ગુજરાતના ન્યાયતંત્રમાં એક મહત્વપૂર્ણ અને કડક પગલું લેવામાં આવ્યું છે. રાજ્યના કાયદા વિભાગે જાહેર હિતને ધ્યાનમાં રાખીને પાંચ જજ(Judges) તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય રાજ્યપાલના આદેશ તેમજ હાઈકોર્ટની ભલામણના આધારે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

આ જજોને કરાયા નિવૃત્ત

ફરજિયાત નિવૃત્તિનો સામનો કરનાર જજોમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:

  • મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પ્રથમેશ વી. શ્રીવાસ્તવ

  • મોરબી ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ પ્રશાંત વી. જોષી

  • પોરબંદર ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ મોહમ્મદ ઈલિયાસ એફ. માંડલી

  • રાજકોટ (ધોરાજી)ના 3ર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલીહુસેન એમ. શેખ

  • મોડાસાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ કીર્તિકુમાર જે. દરજી

આ નિર્ણયને ન્યાયતંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટે લગભગ 400 જજોની બદલી કરી

આ પણ વાંચો : હાઈકોર્ટના 7 જજોની બદલીની ભલામણ! ગુજરાત HCના જજ નિખિલ કારેલનું નામ નથી

આ પણ વાંચો : હાઈકોર્ટ જજની બદલીમાં કેન્દ્રની દખલગીરી સામે સુપ્રીમ કોર્ટના જજ નારાજ