Gandhinagar News/ વેપારીઓ પેકિંગ વસ્તુઓમાં વધારાની કિંમત લ‌ઈ શકે નહીં

રાજ્યમાં Traders પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લ‌ઈ શક્તા નથી

Gujarat Gandhinagar
રાજ્યમાં વેપારીઓ(Traders) પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લ‌ઈ શક્તા નથી

Gandhinagar News : રાજ્યના ગ્રાહકોના હિતનું રક્ષણ થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વેપારીઓ(Traders) પેકિંગવાળી વસ્તુ પર છાપેલી મૂળ કિંમતથી વધુ કિંમત લ‌ઈ શક્તા નથી. ગ્રાહક તરીકે વસ્તુ ખરીદતા પહેલાં તેની પર છાપેલી કિંમતમાં કોઈ છેકછાક થ‌ઈ છે કે નહીં તે તપાસી લેવી જોઈએ.

Traders છાપેલી કિંમતથી વધુ ન લઈ શકે

તેની પર છાપેલી કિંમત અને એ સાથે અન્ય વિગતો પણ હોય છે.આમ છતાં જો એને છાપેલી કિંમત ઉપર જો કોઈ છેકછાક કરી હોય તો એના નિયમ 2011 મુજબ આ એકમો સામે કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રથમદર્શી ગુનો હોય ત્યારે તેની પાસેથી માંડવાળ ફી તરીકે રૂ‌ 5,000 થી લઈને રૂ. 50,000સુધી વસૂલ કરવામાં આવે છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં જો બીજી વાર એ ભૂલ કરે અથવા બીજી વાર જો એ ગુનામાં પકડાય તો એની સામે ન્યાયાલયમાં કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે તેમ,વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું હતું.

ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી  રમણ સોલંકીએ જણાવ્યું હતું કે, કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા તા. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં વડોદરા જિલ્લાના 32 એકમો સામે કાર્યવાહી કરેલી છે. જે પૈકી વડોદરા શહેરના 19 વાઘોડિયામાં એક, પાદરામાં એક, ડભોઈમાં 06 અને સાવલીમાં પાંચ એકમોનો સમાવેશ થાય છે. આ 32 એકમો પાસે રૂ. 74 હજાર જેટલી માંડવાળ ફી વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં 17 અને કચ્છમાં 09 એમ‌ કુલ 58 વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમ, મંત્રીએ ગૃહમાં ઉમેર્યું હતું.


આ પણ વાંચો : ગ્રાહક સુરક્ષામાં ગુજરાતની નવી પહેલ : ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ (CRI)’ શરૂ

આ પણ વાંચો : ડિજિટલ ન્યાય દ્વારા ઝડપી નિવારણ: ગ્રાહક સુરક્ષામાં ગુજરાતનું આગવું પગલું

આ પણ વાંચો : ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ