Jamnagar News: જામનગરની પ્રતિષ્ઠિત JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (JCC PMJAY કૌભાંડ) માં ગંભીર ગેરરીતિઓના આરોપોમાં ફસાયેલી છે. હોસ્પિટલ પર બિનજરૂરી હૃદયની સર્જરીઓ કરીને સરકારી યોજનામાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરી દીધી છે અને 6 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. આ વિવાદ વચ્ચે, એક નવો ખુલાસો થયો છે કે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. પાર્શ્વ વોરાએ કૌભાંડની જાણ થતાં જ તમામ ડિજિટલ અને ભૌતિક દસ્તાવેજોનો નાશ કરી દીધો હતો અને હાલમાં તેઓ તેમના પરિવાર સાથે ભૂગર્ભમાં છે.
કૌભાંડનો પર્દાફાશ: ડેટા ડિલીટ કરવાની ઘટના
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડૉ. પાર્શ્વ વોરા (નોંધણી નંબર G-28538) ને એક મહિના પહેલા ખ્યાલ આવ્યો હતો કે તેમના દુષ્કૃત્યોનો પર્દાફાશ થવાનો છે. તેમણે તાત્કાલિક પગલાં લીધાં:
બધા ઇમેઇલ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા
PMJAY યોજના સાથે જોડાયેલા બેંક એકાઉન્ટ્સ બંધ કર્યા
હોસ્પિટલના દર્દીના રેકોર્ડ, ઓપરેશન નોટ્સ અને બિલિંગ ડેટા સંપૂર્ણપણે નાશ કર્યો
ઉપરાંત, દસ્તાવેજો, ફાઇલો અને રસીદોનો નાશ કર્યો
પરિણામે, હોસ્પિટલ પાસે હવે PMJAY (JCC PMJAY કૌભાંડ) હેઠળ કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી અને કેટલા પૈસા વસૂલવામાં આવ્યા તેનો ડેટા નથી.
“ડૉ. વોરાએ ડેટા ડિલીટ કરીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તપાસ દરમિયાન પ્રકાશમાં આવેલા 53 કેસ તેમના દોષ સાબિત કરવા માટે પૂરતા છે.”
હોસ્પિટલ સંચાલકો પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે….
દોષનો ટોપલો ડૉક્ટર પર કેમ? આ કૌભાંડમાં ડૉ. પાર્શ્વ વોરા પર તો FIR અને સસ્પેન્શનની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ હોસ્પિટલના મુખ્ય સંચાલકો – ડૉ. જયેશ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યો પર કોઈ સીધી કાર્યવાહી થઈ નથી. આનાથી ઘણા સવાલો ઉભા થયા છે:
શું હોસ્પિટલ મેનેજમેન્ટને આ ગેરરીતિઓની જાણ નહોતી?
બિલિંગ, ઓડિટ અને PMJAY ક્લેમની મંજૂરી કોણ આપતું હતું?
ડૉ. વોરા એકલા કેવી રીતે 262 કેસમાં ગેરરીતિ કરી શકે, જ્યારે દરેક કેસની ફાઈલ હોસ્પિટલ એડમિન પાસેથી પસાર થતી હોય?
શું સંચાલકોએ નફાના લોભમાં આંખ આડા કાન કર્યા?
આ પણ વાંચો:PMJAY કાર્ડમાં કૌભાંડ, માત્ર રૂપિયા 1500માં કાર્ડ બનતું હોવાનું ખ્યાતિકાંડની તપાસમાં ઘટસ્ફોટ
આ પણ વાંચો:સારવારના નામે હોસ્પિટલોનો ગોરખધંધો! PMJAY યોજનામાં રૂપિયા માટે થાય છે મોટું કૌભાંડ, CAG માં ખુલાસો
આ પણ વાંચો:PMJAY પેનલમાં સામેલ કાર્ડિયોલોજી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા જાહેર
