Ahmedabad News/ અમદાવાદમાં ગ્રાહકના બુકીંગના 8.61 લાખ શોરૂમમાં જમા ન કરાવી છેતરપિંડી

નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં એક શોરૂમમાં સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા શખ્સે ગ્રાહકોના બુકીંગના નાણાં શોરૂમમાં જમા ન કરાવીને રૂ.8,61,000 ની છેતરપિંડી કરી હતી. આ અંગે નરોડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે રામોલ, વસ્ત્રાલમાં રહેતા શશાક એસ.પાઠકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની વિગત મુજબ ખોખરા અને નરોડા પરમ વ્હિલ્સ એલ.એલ.પી.પટેલ સમાજ રોડ, નેશનલ હાઈવે -8 નરોડા ખાતે મહિન્દ્રા કંપનીના શો-રૂમમાં ધ્રુવ યોગેશભાઈ કાનાણી સેલ્સ એક્ઝીક્યુટીવ તરીકે કામ કરતો હતો.

દરમિયાન તા.6.12.24થી આજ દિન સુધીમાં ગ્રાહક પાસેથી ગાડી બુકીંગના રૂ.8,61,000 મેળવી લીધા હતા. આ રકમ તણે શોરૂમમાં જમા ન કરાવીને છેતરપિંડી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિસનગર મારુ વતનઃ દીપક તિજોરી

આ પણ વાંચો:કેનેડાના PRના બહાને મહેસાણાના દંપતી સાથે 25 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:મહેસાણામાં જમીન પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ