Rajkot News/ રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ માફિયા બન્યા બેફામ! ભાદર નદીમાં ઠાલવ્યું ઝેરી કેમિકલ, GPCB મૌન

Bhadar River Pollution: જેતપુરની ભાદર નદીમાં ઝેરી કેમિકલ ઠાલવતા સફેદ ફીણની ચાદર પથરાઈ. ખેતી અને પીવાના પાણી પર જોખમ. GPCB ની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ.

Top Stories Gujarat Rajkot
Pollution

Bhadar River Pollution: રાજકોટ જિલ્લાની જીવાદોરી સમાન ભાદર નદી અત્યારે Pollution માફિયાઓના પાપે અંતિમ શ્વાસ લઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેતપુરના કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડાતા નદી પર સફેદ ફીણની ચાદર પથરાઈ ગઈ છે. દ્રશ્યો જોતા એવું લાગે જાણે ભરશિયાળે બરફ વર્ષા થઈ હોય, પરંતુ આ કુદરતી સુંદરતા નથી, પણ ઉદ્યોગો દ્વારા ઠાલવવામાં આવેલું ઝેર છે.

GPCBની ઓફિસ હોવા છતાં Pollution માફિયાઓ બેફામ

નવાઈની વાત તો એ છે કે જેતપુરમાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની કચેરી આવેલી છે. તેમ છતાં અધિકારીઓની નાક નીચે ગેરકાયદે એકમો બેરોકટોક નદીમાં પ્રદૂષિત પાણી ઠાલવી રહ્યા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે અધિકારીઓ ઓફિસમાં બેસીને માત્ર તમાશો જોઈ રહ્યા છે અથવા તો પ્રદૂષણ ફેલાવતા તત્વો પર તેમની રહેમ નજર છે.

Pollution

ખેતી અને લોકોના આરોગ્ય સામે મોટું જોખમ

ભાદર-2 ડેમમાંથી ખેડૂતો ખેતી માટે પાણી મેળવે છે અને આ જ ડેમમાંથી ધોરાજી શહેરને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. કેમિકલયુક્ત પાણીના કારણે ખેતીની જમીન બંજર બની રહી છે અને માલ-ઢોર સહિત હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. અનેક રજૂઆતો છતાં સ્થિતિ જસની તસ છે. શું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?

Pollution

દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં સ્થાન

જીપીસીબીના અધિકારીઓ ભલે બધું બરાબર હોવાના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાદર નદી હવે ગુજરાતની જ નહીં પણ દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓની યાદીમાં સ્થાન પામી છે. જો સત્વરે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારમાં ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પ્રદૂષણ માફિયા ઉપર જનતા રેડ, નદીને પ્રદુષિત કરતું ટેન્કર ઝડપી પાડ્યું

આ પણ વાંચો: સાબરમતી નદીનું દૂષિત પાણી, કેમિકલ માફિયાઓ બેફામ રવૈયો

આ પણ વાંચો: જેતપુરમાં ભાદર નદી કાંઠાના 4 ગામોના ખેડૂતોએ પ્રદૂષિત પાણી છોડવા મુદ્દે નોંધાવ્યો વિરોધ