Gujarat News/ ગુજરાતની સરકારી શાળાઓમાં હજારો ઓરડાની ઘટ, વિધાનસભામાં મુદ્દો ઉઠ્યો

ગુજરાતની સરકારી (Government Schools) પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં હજારો ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે વિધાનસભામાં આ માહિતી આપી.

Top Stories Gujarat Others Breaking News
Gujarat Government Schoolsમાં હજારો ઓરડાની ઘટ

Gujarat News: ગુજરાતમાં સરકારી શાળાઓ (Government Schools)માં વર્ગખંડોની અછતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના સવાલના જવાબમાં શિક્ષણ વિભાગે લેખિત માહિતી આપી, જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠામાં સૌથી વધુ ઓરડાની અછત

વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં (Government Schools) 1140 ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં 62 ઓરડાની અછત નોંધાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વર્ગખંડોની અછત જોવા મળી રહી છે.

અન્ય જિલ્લાઓમાં પણ સ્થિતિ ચિંતાજનક

અહેવાલ મુજબ, છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં 577 ઓરડાની ઘટ,પંચમહાલ જિલ્લામાં 569 ઓરડાની ઘટ,ખેડા જિલ્લામાં 524 ઓરડાની ઘટ, દાહોદ જિલ્લામાં 493 ઓરડાની ઘટ જ્યારે મહીસાગર, મહેસાણા, વડોદરા, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં પણ સૈંકડો વર્ગખંડોની અછત નોંધાઈ છે.

ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ ઓરડાની ઘટ

સરકારે આપેલી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળા (Government Schools)ઓમાં 152 ઓરડાની ઘટ છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં 5 ઓરડાની અછત છે. ઉના, વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર અને સુત્રાપાડા સહિતના તાલુકાઓમાં પણ ઓરડાની ઘટ નોંધાઈ છે. તે જ રીતે જૂનાગઢ જિલ્લામાં પ્રાથમિક શાળા (Government Schools)ઓમાં 107 ઓરડાની ઘટ છે અને માધ્યમિક શાળાઓમાં 9 ઓરડાની અછત દર્શાવવામાં આવી છે. કેશોદ, માણાવદર, મેંદરડા અને વંથલી સહિતના તાલુકાઓમાં પણ વર્ગખંડોની અછત સામે આવી છે.

Gujarat Government Schools: શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો

રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વર્ગખંડોની અછત સામે આવતા શિક્ષણ વ્યવસ્થાને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. વર્ગખંડોની અછતના કારણે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા મળી રહી છે કે નહીં તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. આ મામલે શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે શાળાઓમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવા માટે તબક્કાવાર પગલાં લેવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો:હવે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતીનું પણ ખાનગીકરણ કરવામાં આવ્યું,જાણો કોણ કરશે ભરતી?

આ પણ વાંચો:સરકારી શાળાઓ ચાલુ રાખવા તંત્ર નિષ્ફળ !, રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 50થી વધુ સરકારી શાળાઓ બંધ, સરકારે ગૃહમાં કર્યો સ્વીકાર

આ પણ વાંચો:રાજ્યની સરકારી શાળાઓમાં 134 ગુટલીબાજ શિક્ષકોની સરકારે કરી હકાલપટ્ટી