uttarpradesh news/ વેચનાર માટે ઈંડા મૂકવાની તારીખ જાહેર કરવી ફરજિયાત

ઉત્તર પ્રદેશનો રાષ્ટ્રીય Egg ઉત્પાદનમાં હિસ્સો 4.15% સુધી પહોંચ્યો છે

India
ઈંડા (Egg)ઉત્પાદકો અથવા વેચાણકારો આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમના ઈંડાનો નાશ કરવામાં આવશે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશ સરકારે ઈંડા વેચાણ અને સંગ્રહ અંગે મહત્વપૂર્ણ નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જે 1 એપ્રિલથી અમલમાં આવશે. આ નિયમ મુજબ હવે દરેક ઈંડા (Egg)પર તે ક્યારે મૂકાયું છે (મરઘીએ ક્યારે ઈંડું આપ્યું) તેની તારીખ લખવી ફરજિયાત રહેશે. સાથે જ ઈંડાની સમાપ્તિ તારીખ પણ દર્શાવવી પડશે, જેથી ગ્રાહકોને તાજગી અને સલામતી અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.

પશુપાલન વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો ઈંડા (Egg)ઉત્પાદકો અથવા વેચાણકારો આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમના ઈંડાનો નાશ કરવામાં આવશે અથવા તેમના ફાર્મ અને દુકાનોને “ઉપયોગ માટે યોગ્ય નથી” તરીકે જાહેર કરવામાં આવશે.

રિપોર્ટ મુજબ, ઈંડા મૂક્યા પછી જો તેને લગભગ 30°C તાપમાને રાખવામાં આવે તો તે બે અઠવાડિયા સુધી ખાવા માટે સલામત રહે છે. જ્યારે 2 થી 8°C તાપમાને (કોલ્ડ સ્ટોરેજમાં) રાખવામાં આવે તો ઈંડા પાંચ અઠવાડિયા સુધી ઉપયોગ માટે યોગ્ય રહે છે. ફૂડ સેફ્ટીના નિયમો અનુસાર ઈંડાને શાકભાજી સાથે એકસાથે કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય નહીં, કારણ કે બંને માટે અલગ તાપમાન જરૂરી હોય છે.

હાલ ઉત્તર પ્રદેશમાં ઈંડા સંગ્રહ માટે માત્ર બે કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ ઉપલબ્ધ છે — એક આગ્રામાં અને બીજી ઝાંસીમાં.

ઉત્પાદનના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં ઈંડા ઉત્પાદન ઝડપથી વધી રહ્યું છે. સરકારી માહિતી મુજબ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ઉત્તર પ્રદેશનો રાષ્ટ્રીય ઈંડા ઉત્પાદનમાં હિસ્સો 4.15% સુધી પહોંચ્યો છે, જ્યારે 2022-23માં તે 3.39% હતો. ઉપરાંત, 2023-24માં રાજ્યમાં ઈંડા ઉત્પાદન લગભગ 30% વધવાનો અંદાજ છે, જ્યારે 2022-23માં આ વૃદ્ધિ 12.8% હતી.

આ નવા નિયમોથી ગ્રાહકોને વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ઈંડા મળશે, તેમજ બજારમાં પારદર્શિતા પણ વધશે.


આપણ વાંચો : શું તમે પણ માનો છો કે ઈંડા ખાવાથી કેન્સર થાય? જાણો FSSAI અને એક્સપર્ટ્સ શું કહે છે ??

આપણ વાંચો : પ્રોટીન જોઇએ પણ ઈંડા નથી ખાઇ શકતા…તો ડાયેટમાં અપનાવો અન્ય પ્રોટીનસભર ફૂડ…

આપણ વાંચો : 2 ઈંડાના 600 રૂપિયા ભાવ! અમેરિકામાં ઈંડાની વધતી કિંમતે ટ્રમ્પને ગણાવ્યા દોષિત