Lifestyle: વાસ્તુ શાસ્ત્ર અનુસાર (Lucky Plants Vastu), ઘરમાં અમુક છોડ વાવવાથી ધન-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તો ચાલો જાણીએ કે કયા-કયા 8 પ્લાન્ટ્સ ઘરમાં વાવવા શુભ ગણાય છે અને એમને કઇ દિશામાં રાખવા જોઈએ?
ઘરમાં છોડ વાવવાથી હરિયાળી-હરિયાળી લાગે છે. વાતાવરણ પણ સુંદર લાગે છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક પ્લાન્ટ્સને સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા (Prosperity & Positive Energy)ના વાહક માનવામાં આવે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર શુભ છોડ (Lucky Plants Vastu)
એવી માન્યતા છે કે જો છોડને યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો એનો શુભ પ્રભાવ પ્રાપ્ત થઇ શકે છે અને એમની યોગ્ય સંભાળ લેવી આવશ્યક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ કયા-કયા છોડ છે જેમને ઘરમાં વાવવા શુભ માનવામાં આવે છે?

1. તુલસી (Tulsi)
તુલસીનો પવિત્ર છોડ ભારતીય ઘરોમાં વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તુ શાસ્ત્ર (Vastu Shashtra)માં એને અત્યંત શુભ માનવામાં આવે છે. એને ઉત્તર-પૂર્વ દિશામાં મૂકવો યોગ્ય માનવામાં આવે છે. માન્યતા અનુસાર, તુલસી ઘરમાં સકારાત્મક માહોલ બનાવે છે. તુલસીના છોડને સ્વચ્છ જગ્યાએ મૂકવો અને એને નિયમિત રીતે પાણી આપવું.
2. જેડ પ્લાન્ટ (Jade Plant)
જેડ પ્લાન્ટ દેખાવમાં નાનકડો અને સુંદર હોય છે. વાસ્તુશાસ્ત્રમાં ધન અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. એને પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. ઘર અથવા ઑફિસમાં એને રાખવાથી સકારાત્મક ઊર્જા જળવાઇ રહે એવી માન્યતા છે.

3. મની પ્લાન્ટ (Money Plant)
મની પ્લાન્ટને ઘરમાં ધન અને સમૃદ્ધિ સાથે જોડીને વાસ્તુમાં મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલું છે. આને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને આર્થિક સ્થિતિ બહેતર બને એવી માન્યતા છે. પીળા પાંદડાને સમયાંતરે દૂર કરી દેવા.
4. કેળ (Banana Plant)
કેળના છોડને પણ શુભત્વનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ (Lucky Plants Vastu) માન્યતાનુસાર, એને ઘરના ખુલ્લા ભાગમાં લગાવવો યોગ્ય છે. આ છોડને સુખ-શાંતિ અને સમૃદ્ધિદાયક ગણવામાં આવે છે. જો કે, એને ઘરની અંદર લગાવવાના બદલે ખુલ્લી જગ્યામાં બહાર લગાવવો શુભ છે.

5. ગલગોટો (Marigold)
ગલગોટાના ફૂલ પૂજામાં પણ વપરાય છે આથી એને શુભ માનવામાં આવે છે. ઘરમાં ગલગોટો વાવવાથી વાતાવરણ આહલાદ્ક અને પોઝીટિવ એનર્જી વાળું બની જાય છે. જ્યાં સારો તડકો આવતો હોય ત્યાં આ છોડ રાખવો.
6. શમી (Shami Plant)
ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી શમીનો છોડ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને વાસ્તુ માન્યતા અનુસાર, સફળતા અને પ્રગતિનો દ્યોતક છે. પરંતુ જો ઘરમાં શમીનો છોડ લગાવવા માગતા હો તો એનું યોગ્ય સ્થાન અને સંભાળ લેવી આવશ્યક છે.

7. સ્નેક પ્લાન્ટ (Snake Plant)
સ્નેક પ્લાન્ટ ઘરમાં સરળતાથી લગાવી શકાય છે અને વાસ્તુ (Lucky Plants Vastu) અનુસાર, એને દક્ષિણ-પૂર્વ દિશા અર્થાત્ અગ્નિ દિશામાં રાખવો શુભ મનાય છે. એની ઝાઝી સંભાળ લેવાની જરુર પડતી નથી અને ઝડપથી વૃદ્ધિ પામે છે આથી જ ઈનડોર પ્લાન્ટ તરીકે એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
8. ચમેલી (Jasmine)
ચમેલીની સુગંધ સમગ્ર ઘરના વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. વાસ્તુ (Lucky Plants Vastu) માં એને શાંતિ અને સકારાત્મકતા સાથે સંલગ્ન કરીને જોવામાં આવે છે. જ્યાં એમને જરુરિયાત મુજબ તડકો અને હવા પ્રાપ્ત થઇ શકે એવા ભાગમાં આ છોડને મૂકવો ઉચિત રહેશે.
છોડ વાવતી વખતે રાખો આટલી સાવધાની
વાસ્તુ (Lucky Plants Vastu)અનુસાર, છોડ લગાવવા જેટલા આવશ્યક છે એટલું જ જરુરી છે એમની સંભાળ લેવાનું….ઘરમાં કોઈ છોડ સુકાઈ જાય કે લાંબા સમય સુધી કરમાયેલો રહે તો એને દૂર કરી દેવો જ ઉચિત છે. છોડમાં જરુરથી વધારે પાણી ન નાખવું અને એના સૂકાયેલા પાંદડા સમયાંતરે દૂર કરવા. તમે એનું ખાતર (Fertilizer) પણ બનાવી શકો છો. છોડને એવા સ્થાને રાખવા જ્યાં એમને જરુરિયાત મુજબ તડકો અને હવા પ્રાપ્ત થઇ શકે.
જો તમારા ઘરમાં ઉગાડેલા છોડ (Plant) પરથી ફૂલો તોડીને તમે ભગવાનને અર્પણ કરતા હો તો, સૌપ્રથમ સ્નાન કરી લેવું. ત્યારબાદ, આ ફૂલોને ચૂંટીને પાણી વડે ધોઇ લેવા. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ધોયેલા ફૂલોને હંમેશાં દાંડીથી પકડીને ભગવાનને અર્પણ કરવા જોઇએ. વળી મંદિરમાંથી દૂર કરેલા ફૂલોને કચરામાં ફેંકવા નહિં પરંતુ, એમને એકઠાં કરીને તમે પાણીમાં પ્રવાહિત કરી શકો છો અથવા તો તમારા ઘરના બગીચા (Garden) કે કૂંડાઓની માટીમાં દબાવી શકો છો, જેનાથી એનું ખાતર (Fertilizer) બની જશે.
આ પણ વાંચો: ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…
આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
